Jai Hind

કોંગ્રેસના નેતા અધિર રંજન પીએમ મોદૃીને મળ્યા: શું ભાજપમાં જોડાશે?

બિહારમાં વિધાનસભા ચૂંટણીની ફતેહ કર્યા બાદ હવે ભાજપે તેની તાકાત પશ્ર્ચિમ બંગાળ પર કેન્દ્રીત કરી છે અને પક્ષના ચાણકય ગણાતા ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે વધુ એક વખત પશ્ર્ચિમ બંગાળ પહોંચી ગયા છે અને તેઓ પક્ષની વ્યુહરચના નકકી કરશે તથા મમતા સરકાર સામે નવો મોરચો માંડશે તે વચ્ચે વિપક્ષના પુર્વ નેતા અને કોંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરી દિલ્હીમાં વડાપ્રધાનને મળતા રાજકારણ ગરમાયુ છે. શ્રી ચૌધરી અગાઉ લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે કામ કરી ચૂકયા છે અને તેઓ લાંબા સમયથી સાઈડલાઈન થયાનું અનુભવે છે તે વચ્ચે વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતથી રાજકીય ચર્ચા વધી છે અને તેઓ ચુંટણી પુર્વે ભાજપમાં જોડાઈ જાય તો આશ્ર્ચર્ય થશે નહી.