સુરત-ચેન્નાઈ હાઈસ્પીડ કોરિડોરના ભાગ
૩૭૪ કિ.મીના પ્રોજેક્ટમાં રૂા.૧૯૧૪૮ કરોડ ખર્ચાશે- સુરત-ચેન્નાઈ વચ્ચે મુસાફરીનો સમય ૪૫ ટકા ઘટશે
કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી, જેમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરી કે ૬ લેનવાળા નાસિક-સોલાપુર (અકલકોટ) હાઈવે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર કામ ૨ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ ૩૭૪ કિલોમીટરના પ્રોજેક્ટનો ખર્ચ ૧૯,૧૪૨ કરોડ રૂપિયા થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ સુરત-ચેન્નાઈ હાઈ-સ્પીડ કોરિડોરનો એક ભાગ છે, જે પશ્ર્ચિમ ભારતને દૃક્ષિણ સાથે જોડે છે. તે નાસિક, અહિલ્યાનગર, ધારાસિવ અને સોલાપુર જિલ્લાઓને જોડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે તેમાં ૨૭ મોટા અને ૧૬૪ નાના પુલ હશે. આનાથી નાસિક અને સોલાપુર વચ્ચેનું અંતર ૧૪% ઘટશે, જેનાથી મુસાફરીનો સમય ૪૩૨ કિલોમીટરથી ઘટીને માત્ર ૩૭૪ કિલોમીટર થશે.
તેમણે જણાવ્યું હતું કે સુરત અને ચેન્નાઈ વચ્ચે મુસાફરીનો સમય ૪૫ ટકા ઓછો થશે. બીજો હાઈવે પ્રોજેક્ટ ઓડિશામાં છે. કોરાપુટથી મોહના હાઈવેને પહોળો અને મજબૂત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. હાલના હાઈવેને બે લેનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે અને તેનો ખર્ચ રૂા.૧,૫૨૬ કરોડ થશે.
મહારાષ્ટ્રમાં બીઓટી મોડ પર ૬-લેન ગ્રીનફિલ્ડ, ઍક્સેસ-નિયંત્રિત નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના બાંધકામને મંજૂરી મળી છે.
આ પ્રોજેક્ટ ૩૭૪ કિમી લાંબો છે અને તેમાં અંદૃાજિત ૧૯,૧૪૨ કરોડ રૂપિયાનું રોકાણ થશે.
આ પ્રોજેક્ટ નાસિક, અહિલ્યાનગર અને સોલાપુર જેવા મહત્વપૂર્ણ પ્રાદૃેશિક શહેરોને કનેક્ટિવિટી પ્રદૃાન કરશે અને આગળ કુર્નૂલ સાથે જોડાશે.
આ પ્રોજેક્ટથી લગભગ ૨૫૧.૦૬ લાખ માનવ-દિૃવસની સીધી રોજગારી અને ૩૧૩.૮૩ લાખ માનવ-દિૃવસની પરોક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.