Jai Hind

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી

હવે રૂ. ૮૭,૬૯૫ કરોડ ૧૦ વર્ષમાં ચૂકવવા પડશે

આર્થિક સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા(ફૈ) માટે કેન્દ્ર સરકારે આજે વર્ષના અંતિમ દિૃવસે રાહતના સમાચાર આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૧ ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક ખાસ રાહત પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ હેઠળ, કંપનીએ સરકારને ચૂકવવાના થતા રૂ.૮૭,૬૯૫ કરોડના છય્ઇ(એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)ના બાકી લેણાંને હાલ પૂરતા ફ્રીઝ કરી દૃેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ટેલિકોમ માર્કેટમાં હરીફાઈ ટકાવી રાખવાનો અને વોડાફોન-આઈડિયામાં રહેલી સરકારની ૪૯% હિસ્સેદૃારીની િંકમતને સુરક્ષિત કરવાનો છે.
કેબિનેટના નિર્ણય મુજબ, કંપનીએ હવે આ રકમ તાત્કાલિક ચૂકવવાની જરૂર રહેશે નહીં.