પત્રકારિત્વની વિશ્ર્વસનિય કેડી કંડારનાર ‘જય હિન્દના સ્થાપકની ૧૦૮મી જન્મજયંતિ
કેટલીક વ્યક્તિઓના જીવનની એ સદૃનસીબી રહે છે કે તેઓ તેમના વિચારો, તેમના આદૃર્શો અન્ો સિધ્ધાંતો પ્રમાણે જીવીન્ો જીવનન્ો સુંદૃર અન્ો હેતુપ્ાૂર્ણ બનાવી શકે છે. પ્રતિકૂળ કે સાનુકૂળ એવી કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના જ વિચારો, સિધ્ધાંતો અન્ો આદૃર્શો સાથે જીવવાનું જોમ અન્ો ખમીર તેમનામાં રહે છે.
બાપુજીના આદૃરભર્યા નામ-માન-સંબોધનથી જેઓ સર્વપ્રિય રહૃાા એવા ‘જય હિન્દૃના સ્થાપક બાબુભાઈ શાહના જીવનની આવી સદૃનસીબી રહી. તેઓ ખમીરતાથી ત્ોમની રીત્ો અન્ો તેમના વિચારો અન્ો આદૃર્શો મુજબ ધ્યેય નિષ્ઠા અન્ો કર્તવ્યનિષ્ઠા સાથે જીવી શક્યા છે. મુદ્રણ અન્ો પ્રકાશનના ક્ષેત્રે, પત્રકારિત્વના ક્ષેત્રે ત્ોમનું નામ, તેમનું કામ અન્ો તેમનું સ્થાન મુઠ્ઠી ઊંચેરા માનવી જેવું રહૃાું. આથી વિશેષ જીવનની સદૃનસીબી કે સાર્થકતા શું હોય શકે?
‘જય હિન્દૃના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્ર અન્ો ગુજરાતના અન્ોકવિધ સામાજિક કે આર્થિક વિકાસમાં, વેપાર-ઉદ્યોગના વિકાસમાં, ગ્રામ્ય વિસ્તારોની જરૂરતો અન્ો વિકાસમાં, શહેરી વિસ્તારોની સમસ્યાઓ નિવારવામાં, તેમજ અન્ોકવિધ સંસ્થાઓના વિકાસમાં કેવું અન્ો કેટલું યોગદૃાન આપી શકાય એ બાબતો બાબુભાઈ શાહે કંડારેલી પત્રકારિત્વની કેડીમાં સચોટ અન્ો અસરકારક રહી.
આગવી કુશળતા અન્ો કાર્યશક્તિથી, ખુમારીભરી નિડરતા અન્ો નિષ્ઠાથી, ઢ સંકલ્પો અન્ો ઢ નિર્ણય શક્તિથી, ઊંડાણભરી સ્ાૂઝ-સમજ-કૂન્ોહથી ત્ોમણે અખબારી આલમમાં અન્ો ગુજરાતી પત્રકારિત્વમાં ઉદૃાહરણરૂપ અન્ો સદૃાયે પ્રેરક રહે ત્ોવી સિધ્ધિ હાંસલ કરી. લોક ચેતના ત્ોમજ પ્રજાકિય પ્રશ્ર્નો માટે નિડર અન્ો નિષ્ઠાભર્યા પત્રકારિત્વની ત્ોમણે વિશિષ્ટતાભરી કેડી કંડારી. નિડર પત્રકારિત્વથી ત્ોઓ સરકાર અન્ો પ્રજા વચ્ચે મજબ્ાૂત કડી બની શક્યા.
ત્ોમણે કંડારેલા આ માર્ગ પર, ત્ોમના ધ્યેય, ત્ોમના આદૃર્શો અન્ો ત્ોમના સિધ્ધાંતો પ્રમાણે ચાલતા રહેવા માટે અન્ો પ્રજાકિય પ્રશ્ર્નોમાં પ્રજાની લાગણી અને પ્રજાનો અવાજ ખૂબ જ અસરકારક રીત્ો રજુ કરવા માટે ‘જય હિન્દૃ સદૃાયે સિંચત અન્ો પ્રયત્નશીલ રહૃાું છે.
‘જય હિન્દૃના સ્થાપક, રાહબર, માર્ગદૃર્શક અન્ો સદૃાયે પ્રેરક એવા બાબુભાઈ શાહન્ો આજે ત્ોમની ૧૦૮મી જન્મ જયંતિના અવસરે ‘જય હિન્દૃ પરિવારની સ્મૃતિ વંદૃના.