Jai Hind

નવા વર્ષે જ કોમર્શિયલ રાંધણ ગ્ોસમાં રૂા.૧૧૧નો ભાવ વધારો

નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે જ મોંઘવારી બોંબ ફુટવા સાથે આમઆદમીને ઝટકો આપવામાં આવ્યો હોય તેમ કોમર્શીયલ રાંધણગેસ સિલીન્ડરમાં 111 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જો કે, સબસીડીયુક્ત 14 કિલો રાંધણગેસની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.કેન્દ્ર સરકારની પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા દર મહિનાના પ્રારંભે રાંધણગેસની કિંમતોમાં બદલાવ કરવામાં આવ્યો હોય છે. છેલ્લા મહિનાઓમાં મામુલી રાહત અપાયા બાદ આજે નવા મહિને આકરો ઝાટકો આપવામાં આવ્યો હતો.
રાંધણગેસમાં ભાવવધારા વચ્ચે સીએનજી, પીએનજી તથા વિમાની ઈંધણમાં રાહત આપવામાં આવી છે. પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડયો છે જેને પગલે જુદા-જુદા રાજયોમાં સીએનજી-પીએનજીના ભાવમાં 2થી3 રૂપિયાનો ઘટાડો થશે.આ જ રીતે એવિએશન મ્યુઅલ (વિમાની ઈંધણ)માં 7000 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે એટલે વિમાની ભાડામાં રાહત મળી શકે છે. એરલાઈન્સનો ઈંધણ ઓપરેશ્નલ ખર્ચ ઘટશે એટલે હવાઈ મુસાફરોને ભાડામાં ઘટાડાનો લાભ મળી શકે છે. દિલ્હીમાં વિમાની ઈંધણનો ભાવ પ્રતિ કિલોમીટર 99676થી ઘટીને 92323 થયો છે.