રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા વર્ષની શરૂઆત ભીષણ ઠંડીથી થઈ છે. ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદુષણ નવી દિલ્હીમાં છવાયું હતું. આ સાથે જ દેશના કેટલાક રાજયો ઓરિસ્સા, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરનો પ્રકોપ રહ્યો હતો.
રાજધાની દિલ્હીમાં આજે 2019 બાદ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. એટલે કે દિલ્હીમાં નવા વર્ષના પ્રથમ દિવસે 6.2 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2019માં 31 ડિસેમ્બરે દિલ્હીનું ન્યુનતમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું.
નવા વર્ષનો દિલ્હીમાં ભીષણ ઠંડીથી આરંભ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે દિલ્હીમાં હળવા વરસાદના છાંટા પડવાની સંભાવના છે. 2થી3 જાન્યુઆરી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. આઈએમડીના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પશ્ર્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ બરફવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત દિલ્હી સહિત ઓરિસ્સા, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 5 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહી શકે છે. આ ઉપરાંત શીતલહેર દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, બિહારમાં રહેશે.
દિલ્હીમાં પ્રદુષણનો કહેર યથાવત છતાં હળવા કમોસમી વરસાદથી રાહત
દિલ્હી-એનસીઆર ભીષણ ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર યથાવત છે. આ દરમિયાન એક રાહતભર્યા સમાચાર છે કે દિલ્હીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે પ્રદૂષણમાં રાહત મળી છે. વરસાદ પ્રદૂષણના ડસ્ટ પાર્ટીકલ્સન નીચે બેસાડવામાં ભૂમિકા નિભાવે છે.
દિલ્હી-એનસીઆરના એક્યુઆઇ ખરાબ શ્રેણીમાં છે, એટલે કે સરેરાશ 382 એક્યુઆર નોંધાયું છે. અલીપુરમાં 474, એનસીઆઇટી દ્વારકામાં 395 જેટલું એક્યુઆઇ નોંધાયું હતું.