Jai Hind

દૃેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઑગસ્ટ ૨૦૨૭થી દૃોડશે

સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરુઆત

દૃેશમાં બુલેટ ટ્રેનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ દૃેશમાં પહેલી બુલેટ ટ્રેન દૃોડશે. મહત્વની વાત એ છે કે, ૫ ફેઝમાં મુંબઈથી અમદૃાવાદૃ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહૃાો છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે દૃેશની પ્રથમ બુલેટ ટ્રેન દૃોડવાની તારીખ જાહેર કરી છે. દૃેશની પ્રથમ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન મુંબઈ-અમદૃાવાદૃ કોરિડોર પર દૃોડશે. રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે તાજેતરમાં આ જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતમાં કાર્યરત થનારા પ્રથમ સેગમેન્ટ, સુરતથી વાપી સુધી, લગભગ ૧૦૦ કિમીને લક્ષ્ય બનાવ્યું હતું. જેમાં, સૌપ્રથમ સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દૃોડશે, બીજા ફેઝમાં વાપીથી સુરત વચ્ચે દૃોડશે, ત્રીજા ફેઝમાં વાપીથી અમદૃાવાદૃ વચ્ચે દૃોડશે, ચોથા ફેઝમાં થાણેથી અમદૃાવાદૃ સુધી ટ્રેન દૃોડશે, અંતિમ ફેઝમાં મુંબઈથી અમદૃાવાદૃ વચ્ચે દૃોડશે બુલેટ .
નવા વર્ષના પહેલા દિૃવસે, રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે સુરત-બિલીમોરા સેગમેન્ટ પહેલા ખુલશે. આ પછી વાપી-સુરત સેગમેન્ટ, પછી વાપી-અમદૃાવાદૃ સેગમેન્ટ, પછી થાણે-અમદૃાવાદૃ કોરિડોર અને છેલ્લે મુંબઈ-અમદૃાવાદૃ કોરિડોર શરૂ થશે.
મુંબઈ-અમદૃાવાદૃ કોરિડોર પર દૃોડતી દૃેશની પ્રથમ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. સ્વતંત્રતા દિૃવસ સાથે જોડાયેલી આ તારીખનું વિશેષ મહત્વ છે. હવે લક્ષ્ય ૨૦૨૭ છે. અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે.
ગુજરાતમાં બાંધકામ મોખરે છે, જ્યાં ઘણા નદૃી પુલ અને સ્ટીલ પુલ પૂર્ણ થઈ ગયા છે. ટ્રાયલ રન ૨૦૨૬ માં શરૂ થવાની ધારણા છે, જેમાં પ્રથમ પ્રોટોટાઇપ ટ્રેન ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ટ્રાયલ માટે તૈયાર છે.
ગુજરાતમાં સુરત-વાપી અથવા સુરત-બિલીમોરા સેગમેન્ટ પર પ્રથમ કોમર્શિયલ રન શરૂ થશે.