નવા વર્ષ પર મોદૃીનો રાષ્ટ્રને સંદૃેશ
ઇશુના નવા વર્ષ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે. શુક્રવારે સવારે, પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પર એક પ્રેરક સંદૃેશો શેર કર્યો હતો. આ સંદૃેશામાં, પીએમએ લખ્યું, “તમારો સંકલ્પ પૂર્ણ થાય.”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ વર્ષ ૨૦૨૬ ના બીજા દિૃવસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાષ્ટ્રને સંદૃેશ આપતા લખ્યું, “આગામી વર્ષોમાં તમારા બધા પ્રયાસોમાં સફળતા મળે તેવી હું શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષમાં તમારા સંકલ્પો ઢ નિશ્ર્ચય અને ઇચ્છાશક્તિ સાથે પૂર્ણ થાય.”
પીએમ મોદૃીએ સંસ્કૃત શ્લોકમાં આ જ વાત લખી છે, ’ઉત્તથાવ્યમ જાગ્રતવ્યમ યોક્તવ્યમ ભૂતકર્મસુ.આ શ્લોકમાંથી પ્રેરણા લઈને, પીએમ મોદૃીએ ફરી એકવાર સંસ્કૃતમાં લખીને રાષ્ટ્રને સમકાલીન આકાંક્ષાઓ અને દૃાર્શનિક પરંપરાઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. તેમના સંબોધન દ્વારા, પીએમ મોદૃીએ સફળતાના પાયા તરીકે આંતરિક શક્તિ અને સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.