પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે અનેક નીતિગત સુધારાઓને મંજૂરી આપી છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય પેન્શન ફંડની પસંદૃગી વધારવાનો, સિસ્ટમમાં સ્પર્ધા લાવવાનો અને રોકાણકારો એટલે કે સબ્સ્ક્રાઇબર્સના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવાનો છે.
સૈદ્ધાંતિક રીતે શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને સ્વતંત્ર રીતે પેન્શન ફંડ સ્થાપવા અને એનપીએસ હેઠળ થાપણોનું સંચાલન કરવાની મંજૂરી આપી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સૈદ્ધાંતિક રીતે શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને સ્વતંત્ર રીતે પેન્શન ફંડ સ્થાપવા અને એનપીએસ હેઠળ થાપણોનું સંચાલન કરવાની મંજૂરી આપી છે. આ દૃરખાસ્તનો ઉદ્દેશ્ય જૂના નિયમનકારી નિયંત્રણોને દૃૂર કરવાનો છે જેના કારણે બેંકો અત્યાર સુધી પેન્શન ફંડ સેગમેન્ટમાં મર્યાદિૃત ભૂમિકા ભજવી શકતી હતી. નિયમનકારે સ્પષ્ટતા કરી છે કે દૃરેક બેંકને આ પરવાનગી આપવામાં આવશે નહીં. ફક્ત તે બેંકો જે મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવે છે અને વ્યવસ્થિત રીતે વિશ્ર્વસનીય માનવામાં આવે છે તે પેન્શન ફંડને સ્પોન્સર કરી શકશે. આરબીઆઈના નિયમો અનુસાર બેંકની નેટવર્થ, માર્કેટ કેપિટલાઈઝેશન અને નાણાકીય શક્તિના આધારે પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સંદૃર્ભમાં વિગતવાર ધોરણો પછીથી સૂચિત કરવામાં આવશે, જે નવા અને હાલના બંને પેન્શન ફંડને લાગુ પડશે.
ગવર્નન્સને મજબૂત બનાવવા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પસંદૃગી પ્રક્રિયા પછી એનપીએસ ટ્રસ્ટના બોર્ડમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે.