Jai Hind

ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ ૯૦ દિૃવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે

ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે

ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદૃ રહી છે. ભારત સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ નવા ડ્રાટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિયમો લાગુ થવાથી ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે.
નવા નિયમો મુજબ, સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ અમુક ચોક્કસ સમયગાળા માટે કામ કરવું અનિવાર્ય રહેશે.- િંસગલ પ્લેટફોર્મ વર્કર્સ: જો કોઈ વર્કર માત્ર એક જ કંપની સાથે જોડાયેલ હોય, તો તેણે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિૃવસ કામ કરવું પડશે.