Jai Hind

ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત

હિમાલયન રાજ્યોમાં થઈ રહેલી બરફવર્ષા અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃેશના અનેક ભાગોમાં ફુંકાઈ રહેલી શીત લહેર તીવ્ર બની છે. ઉત્તરાખંડના ગંગોત્રીમાં તાપમાન માઈનસ ૨૨ ડીગ્રી થતાં નદૃી-ઝરણા થીજી ગયા છે. હજુ ૧૫ દિૃવસ ઠંડીનું મોજુ ચાલુ રહેવાની આગાહી વચ્ચે ઉત્તરપ્રદૃેશના શહેર પ્રયાગરાજમાં શરૂ થયેલા માધમેળામાં આવેલા શ્રધ્ધાળુઓ કાતિલ ઠંડીથી સવારે સળગાવેલા વાયણા કરતા બેસીને ઠણડીમાંથી રાહતમેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિૃલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદૃેશ સહિત મેદૃાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી ના મોજાએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદૃેશના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષા એ પ્રવાસીઓને આકર્ષ્યા છે.
સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જેના કારણે શ્યતામાં ઘટાડો થાય છે.
લઘુત્તમ તાપમાન ૮-૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, મહત્તમ તાપમાન ૧૬-૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.
વિવિધ વિસ્તારોમાં ઠંડી ની સ્થિતિ ચાલુ રહે છે, જેના પરિણામે દિૃવસ ઠંડો રહે છે. હવાઈ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે, ઘણી લાઇટ્સ મોડી પડી છે.
લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદૃેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ સર્જાયું છે.
રાજ્યભરમાં ભારે ઠંડી પ્રવર્તી રહી છે.
આગામી થોડા દિૃવસો સુધી રાહતની કોઈ આશા નથી. શનિવારે રાજધાની ધુમ્મસ મુક્ત રહી હતી, પરંતુ ઠંડીના મોજાને કારણે દિૃવસનું તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લખનૌ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિૃવસ માટે કોલ્ડવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાંદૃા, ચિત્રકૂટ, પ્રયાગરાજ સહિત લગભગ ૩૦ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.