Jai Hind

મહાકુંભમાં માળા વેચીને પ્રખ્યાત થયેલી મોનાલીસા બાદ પ્રયાગરાજ માઘમેળામાં વધુ એક નવી મોનાલીસા દેખાઈ

મહાકુંભમાં માળા વેચીને પ્રખ્યાત થયેલી મોનાલિસા બાદૃ માઘ મેળામાં આવેલી અન્ય એક યુવતી ચર્ચામાં છે. યુવતીનું નામ બાસમતી છે, જે માળા અને ટૂથબ્રશ બંને વેચે છે. માઘ મેળામાં લોકો બાસમતી સાથે ઘણી સેલ્ફી લઈ રહૃાા છે. તેઓ તેની સાથે વીડિયો બનાવી રહૃાા છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહૃાા છે.
હકીકતમાં, સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થયા બાદૃ મોનાલિસાએ સારી કમાણી કરી હતી અને તેને બોલિવૂડની એક ફિલ્મમાં કામ પણ મળ્યું હતું. ત્યારથી, યુવતીઓમાં મેળા માટે બહુ જ ક્રેઝ છે. બાસમતી મેળામાં ટૂથબ્રશ અને માળા વેચવા આવી છે. કેટલાક લોકો તેને બાસમતી કહે તો કેટલાક સપના કહીને બોલાવે છે. કેટલાક લોકો તેને ’નવી મોનાલિસા’ પણ કહી રહૃાા છે.
બાસમતીની કાજળ લાગેલી આંખો એકદૃમ મોનાલિસા જેવી જ છે. વીડિયો સામે આવ્યા બાદૃ માઘ મેળામાં હાજર બાસમતી મીડિયા કેમેરાથી ઘેરી લેવામાં આવી છે. બાસમતી કહે છે, “લોકો આખો દિૃવસ મારો ઇન્ટરવ્યુ લેતા રહે છે. જેના કારણે મારા કામને અસર થઈ રહી છે. મારી માળા વેચાતી નથી. બાસમતીએ પોતે ગળામાં મોટી મોટી માળા પહેરી છે. તેણે નાકમાં ૩ નથ અને કાનમાં બુટ્ટી પહેરી છે. લોકો તેના ચહેરાના મેકઅપથી પ્રભાવિત થાય છે.
લોકો સોશિયલ મીડિયા પર બાસમતીના વીડિયો શેર કરી રહૃાા છે અને તેની તુલના મોનાલિસા સાથે કરી રહૃાા છે.
બાસમતી કહે છે, “ચારે બાજુ કેમેરા, ભીડ અને પ્રશ્ર્નોને કારણે મારી કમાણી અટકી ગઈ છે. લોકો મારી પાસે ટૂથબ્રશ અને માળા ખરીદૃવા નથી આવતા, પરંતુ વાત કરવા અને વીડિયો બનાવવા માટે આવે છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સેંશન મોનાલિસા મધ્યપ્રદૃેશના ખરગોન જિલ્લાના મહેશ્ર્વરની રહેવાસી છે. મોનાલિસા અને તેનો પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચવા ગયા હતા.
જો કે, પોતાની આંખો અને સાદૃગીને કારણે તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. ત્યારબાદૃથી તેના વીડિયો બહુ જોવામાં આવે છે.
તે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે તેના ફોટાવાળી ટી-શર્ટ વેચવા લાગી. બાદૃમાં તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે મીડિયા અને અન્ય ઘણા લોકોથી નારાજ છે. તેમની તબિયત પણ બગડી હતી. તેણે કહૃાું કે તેને ત્યાં સારું લાગ્યું, પરંતુ તે માળા વેચી શકી ન હતી.
લોકોએ તેને ઘેરી લેતા હતા, તેનાથી પરેશાન થઈને તેઓ મહા કુંભ મેળો છોડીને પોતાના ઘરે પાછા ફર્યા. આ પછી બોલિવૂડના ડાયરેક્ટર મનોજ મિશ્રાએ મોનાલિસાને એક ફિલ્મની ઓફર કરી હતી અને તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.