ચીનના વાર્ષિક ૧૪૫ મિલિયન ટનની સામે ભારતનું ચોખાનું ઉત્પાદૃન ૧૫૧.૮ મિલિયન ટન સુધી પહોંચ્યું
ભારત અને ચીન વચ્ચે ઘણા ક્ષેત્રે સ્પર્ધા ચાલી રહી છે. ઘણીવાર આ સ્પર્ધા યુદ્ધ જેવા માહોલમાં પણ ફેરવાઇ જાય છે. જો કે ભારત ચીનને દૃરેક તબક્કે હરાવવા માટે મથી રહૃાુ છે પરંતુ આમ કરવું તે થોડો સમય માગી લે તે છે.કારણ કે ચીનને હરાવવુ સહેલુ નથી. તેવામાં એવી માહિતી સામે આવી છે કે ભારતે ચોખાના ઉત્પાદૃનમાં ચીનને પછાડીને નંબર વન ઉત્પાદૃક દૃેશ બન્યો છે.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ િંસહ ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત ૧૫૧.૮ મિલિયન ટન કુલ ઉત્પાદૃન સાથે ચીનને પાછળ છોડીને વિશ્ર્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદૃક દૃેશ બન્યો છે. ૨૫ પાકોની ૧૮૪ નવી જાતો બહાર પાડતા કહૃાું કે આ નવી ઉચ્ચ ઉપજ આપતી બીજ જાતો પાક ઉત્પાદૃનમાં વધારો કરશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે. તેમણે મંત્રાલયના અધિકારીઓને નિર્દૃેશ આપ્યો કે આ નવી જાતો ખેડૂતો સુધી ઝડપથી પહોંચે.એક સત્તાવાર નિવેદૃન અનુસાર, મંત્રીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદૃ દ્વારા વિકસિત ૨૫ પ્રાદૃેશિક પાકોની ૧૮૪ સુધારેલી જાતોનું અનાવરણ કર્યું.