Jai Hind

જીડીપી વધી પણ ભારતમાં અમીરોની સંપત્તિમાં ઘટાડો

એક વર્ષમાં દૃેશમાં અબજોપતિઓની સંખ્યા ૨૦૪માંથી ઘટીને ૧૭૬ થઈ

2014થી 2021 દરમ્યાન ભારતમાં અબજોપતિની સંપતિમાં સતત વધારો થયા બાદ હવે શેરબજારમાં ઢીલાશ અને રૂપિયાની નબળાઈના કારણે બિલિયોનર્સની સંપતિમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ દેશનું જીડીપી સરેરાશ 7.5 ટકાના દરે વધ્યુ છે અને દેશના અબજોપતિઓની સંપતિ જો ડોલર ટર્મમાં ગણતરી કરીએ તો 2025ના કેલેન્ડર વર્ષ દરમ્યાન તેમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે અને જીડીપીની દ્રષ્ટિએ જે અગાઉ 28.5 ટકા સંપતિ હતી તે ઘટીને 25.2 ટકા નોંધાઈ છે જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે. દેશના 176 ડોલર બિલિયોનર્સની સંપતિ 2025માં ઘટીને 984.2 બિલિયન ડોલર નોંધાઈ છે જે અગાઉ 1036.2 બિલિયન ડોલર હતી અને બિલિયોનર્સમાં 2024માં 204 લોકોનો સમાવેશ થતો હતો તે ઘટીને 176 થઈ ગયો છે જેમાં મુખ્ય કારણ દેશના શેરબજારોમાં અને ખાસ કરીને ઈકવીટી માર્કેટ જે ઘટી છે તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડયો છે તેને કારણ ગણવામાં આવે છે. દેશની 1461 લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઈઝેશન 4.2 ટકા વધ્યુ છે પરંતુ ફેમીલી અંકુશ ધરાવતી કંપનીઓનું માર્કેટ કેપ ફકત ત્રણ ટકા વધ્યુ છે.
આમ ભારતની જીડીપી વધી હોવા છતાં પણ બિલિયોનર્સની સંપતિમાં ઘટાડો થયો છે.