કાર્યક્રમમાં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમોના ત્રણ કેપ્ટન ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોહિત શર્મા, હરમનપ્રિત કૌર અને દીપિકા ટીસીનો સમાવેશ થતો હતો, જેમની ટીમના વિજયી પ્રદર્શનથી સમગ્ર દેશમાં અનન્ય માહોલ સર્જાઈ ચૂક્યો છે
અત્યંત ભાવસભર અભિવ્યક્તિ સાથે જ્યારે જીવનમાં સામા પાણીએ તરીને પણ કુદરત સાથે તાલ મિલાવતી પ્રબળ ઈચ્છાશક્તિ અને વિજયી મુદ્રા અને મિજાજનો જ્યારે સંગમ સર્જાય ત્યારે એ અદ્ભુત દ્રશ્યોની નાની ઝાંખી પણ ઓછા શબ્દો સાથે એક નવલકથા બની જાય છે. ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની વિજેતા ટીમ, આઇસીસી વર્લ્ડ ટી20 ચેમ્પિયન ભારતીય ટીમની કેટલીક ખેલાડીઓ અને આઈસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે નીતા અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને આઈસીસી ચેરમેન શ્રી જય શાહની આ તસ્વીર મુંબઈમાં યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ ઇવેન્ટમાં આ ત્રિવેણી મૂડ અને જુસ્સાની ગવાહી આપે છે.
આ કાર્યક્રમમાં ત્રણેય ટીમોના વિજયી ખેલાડીઓ જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, સ્મૃતિ મંધાના, જેમીમાં રોડરીગેસ, ગંગા કદમ ઉપરાંત મહાન ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્ર્વિન, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક લેજેન્ડ્સ મુરલીકાંત પેટકર, દીપા મલિક, દેવેન્દ્ર ઝાઝારિયા, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મહાન હસ્તીઓ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા
જબરજસ્ત જુસ્સો, સમર્પણ, દેશદાઝ અને અપ્રતિમ, અડગ મનોબળના પર્યાયસમી આ ઐતિહાસિક તસવીરમાં મુંબઈ ખાતે દ્વિતીય યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ ઇવેન્ટમાં નીતા અંબાણી સાથે ભારતની ત્રણ અલગ અલગ ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન, જેમાં પ્રજ્ઞાચક્ષુ ટીમની કેપ્ટન દીપિકા ટીસી, રોહિત શર્મા અને હરમનપ્રિત કૌર આંખોમાં આંજેલા આગામી સુવર્ણયુગના સપના સાથે એક અદ્ભુત સંદેશો ભારતની પ્રજાને આપી રહ્યા છે.
રમતજગત તેની સાથે જોડાયેલી પ્રજા સંવેદના અને હૃદયના તાર વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું, સ્પોર્ટ્સ એક સંસ્કાર છે જે ભારત દેશ અને એક એક ભારતીયના હૃદયને જોડે છે જેની અસર અત્યંત પરિવર્તનકારી હોય છે. આજે આપણે આજના સુંદર પ્રસંગે આ વિજેતાઓને આવકારીને વિજયની ઉજવણીને ક્ષણોને માણીએ ત્યારે અત્યંત ઉચ્ચ અનુભૂતિ થાય છે
મુંબઇ ખાતે સોમવારે યોજાયેલી દ્વિતીય યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ ઇવેન્ટમાં નીતા અંબાણીએ સમગ્ર ભારતની પ્રજા તરફથી ક્રિકેટ ક્ષેત્રે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની ત્રણ ટીમોનું અભિવાદન અને સન્માન કર્યું હતું, જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમ અને મેન્સ તેમજ વિમેન્સ ટીમની સમાવેશ થતો હતો.
વિજેતા ખેલાડીઓનું અભિવાદન કરતાં નીતા અંબાણીએ કહ્યું, ’ આપણે નવા વર્ષની શરૂઆત અને ઉજવણી એક ખાસ પ્રસંગથી કરી રહ્યા છીએ. આજે આપણી ત્રણેય વિશ્ર્વ વિજેતા ક્રિકેટ ટીમ આ વિશેષ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત છે જેમાં મેન્સ, વિમેન્સ અને પ્રજ્ઞાચક્ષુ વિમેન્સ ટીમનો સમાવેશ થાય છે. દરેક ભારતીય તરફથી આ તમામ ચેમ્પિયન્સનું સ્વાગત અને સન્માન કરતાં અત્યંત ગર્વની લાગણી થાય છે જે ખેલાડીઓએ આપણને વિજયની અદ્ભુત ક્ષણોનો સાક્ષાત્કાર કરાવીને ખુશી અને આનંદના આહ્લાદથી સજાવી દીધા છે.
રમતજગત તેની સાથે જોડાયેલી પ્રજા સંવેદના અને હૃદયના તાર વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું, ‘સ્પોર્ટ્સ એક સંસ્કાર છે જે ભારત દેશ અને એક એક ભારતીયના
હૃદયને જોડે છે જેની અસર
અત્યંત પરિવર્તનકારી હોય છે.
આજે આપણે આજના સુંદર પ્રસંગે આ વિજેતાઓને આવકારીને વિજયની ઉજવણીને ક્ષણોને માણીએ ત્યારે અત્યંત ઉચ્ચ અનુભૂતિ થાય છે.’
કાર્યક્રમમાં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમોના ત્રણ કેપ્ટન ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોહિત શર્મા, હરમનપ્રિત કૌર અને દીપિકા ટીસીનો સમાવેશ થતો હતો, જેમની ટીમના વિજયી પ્રદર્શનથી સમગ્ર દેશમાં અનન્ય માહોલ સર્જાઈ ચૂક્યો છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ત્રણેય ટીમોના વિજયી ખેલાડીઓ જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, સ્મૃતિ મંધાના, જેમીમાં રોડરીગેસ, ગંગા કદમ ઉપરાંત મહાન ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્ર્વિન, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક લેજેન્ડ્સ મુરલીકાંત પેટકર, દીપા મલિક, દેવેન્દ્ર ઝાઝારિયા, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મહાન હસ્તીઓ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ એ રમતજગત ક્ષેત્રે શ્રેષ્ઠતા, એકતા અને મૂલ્યોના જતન અને સંવર્ધન માટેનું નીતા અંબાણીનું વિઝન અને મિશન છે.