કેરળમાં બર્ડ ફલૂનો કહેર, બે જિલ્લામાં H5N1ના ૧૧ કેસ

વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (ર્ઉંછૐ)ના જણાવ્યા મુજબ કેરળમાં ૐ૫દ્ગ૧ બર્ડ લૂના કેસ સામે આવતાં મરઘાં ઉદ્યોગ અને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ર્ઉંછૐએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ગયા મહિને કેરળના ખેતરોમાં અત્યંત રોગકારક ૐ૫દ્ગ૧ બર્ડ લૂના ૧૧ કેસ નોંધાયા છે.
આ કેસ મુખ્યત્વે અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના ખેતરોમાં જોવા મળ્યા છે. ડિસેમ્બરની શરૂઆતમાં પક્ષીઓના મૃત્યુ બાદૃ, ૨૨ ડિસેમ્બરે તેમની પુષ્ટિ થઈ છે. બર્ડ લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) ના તાજેતરના કેસોએ સરકાર અને મરઘાં ઉદ્યોગમાં િંચતા વધારી છે. ભારતમાં ૐ૫દ્ગ૧ વાયરસ (બર્ડ લૂ) એ લગભગ ૫૪,૧૦૦ પક્ષીઓના મોત નિપજ્યા છે, જેમાંથી મોટાભાગના બતક છે.
વાયરસના ફેલાવાને રોકવા માટે વહીવટીતંત્રે સાવચેતી રૂપે ૩૦,૨૮૯ અન્ય સ્વસ્થ પક્ષીઓને પણ મારી નાખ્યા છે.
આ કેસ ગયા વર્ષે ૯ ડિસેમ્બરે દૃેખાવા લાગ્યા હતા અને ૨૨ ડિસેમ્બરે સત્તાવાર રીતે પુષ્ટિ મળી હતી. મે મહિના પછી મરઘાં ક્ષેત્રમાં બર્ડ લૂનો આ પહેલો મોટો કેસ છે. બર્ડ લૂ ઘણીવાર ચિકનના ભાવમાં વધારો કરે છે અને તે માનવોમાં ફેલાવાનું જોખમ હંમેશા રહે છે. આને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે જંગલી પક્ષીઓ અથવા બીમાર/મૃત પક્ષીઓથી દૃૂર રહો. જો તમે મરઘાં ફાર્મની નજીક રહો છો તો બાળકોને ફાર્મથી દૃૂર રાખો અને પક્ષીઓના ઘેરા ઢાંકીને રાખો. જો તમે તમારી આસપાસ મૃત પક્ષીઓ જુઓ છો તો તાત્કાલિક પશુપાલન વિભાગ અથવા આરોગ્ય વિભાગને જાણ કરો.
ઉપરાંત, તમારી ખાવાની આદૃતોનું પણ ધ્યાન રાખો. વધુમાં, માંસ અને ઈંડાને સારી રીતે રાંધીને ખાઓ, કારણ કે ઊંચા તાપમાને વાયરસનો નાશ થાય છે. ઓછું રાંધેલું માંસ, કાચા ઈંડા અને કાચું દૃૂધ પીવાનું ટાળો. કાચા માંસ અને રાંધેલા ખોરાક માટે અલગ વાસણો અને કાપવાના બોર્ડનો ઉપયોગ કરો.

રિલેટેડ ન્યૂઝ