Jai Hind

બજેટ રવિવારે રજુ કરાશે! પરંપરા જાળવવા સરકારનો વ્યૂહ

ભારતમાં 1લી ફેબ્રુઆરીએ રજુ થતાં બજેટના દિવસે રવિવાર છે એટલે રજાને કારણે તારીખ બદલાશે કે કેમ તે વિશે અટકળો ચાલી રહી છે. જો કે રવિવાર હોવા છતાં તે જ દિવસે બજેટ રજુ કરવા સરકારની વિચારણા છે અને તે મુજબ તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ કહ્યું કે સંસદનું બજેટ સત્ર 28મી જાન્યુઆરીથી શરુ થવાની શક્યતા છે. બજેટ રવિવારે જ રજુ થઇ શકે છે. સરકાર 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવાની પ્રથા અકબંધ રાખવાનો ઇરાદો ધરાવે છે. દેશમાં 2017થી બજેટ 1લી ફેબ્રુઆરીએ રજુ કરવાની પ્રથમ અમલી છે અને તેમાં સરકાર કોઇ ફેરફાર કરવા માંગતી નથી. આ વખતે 1લી ફેબ્રુઆરીએ રવિવારની રજા ઉપરાંત ગુરુ રવિદાસ જયંતિ પણ છે એટલે બજેટની પરંપરા યથાવત રહેશે કે કેમ તે વિશે અટકળો ચાલી રહી છે. સરકારની વિચારણા મુજબ 28મીએ સંસદનું બજેટ સત્ર શરુ થશે. 29મીએ આર્થિક સર્વે રજુ કરાશે. 30-31મીએ કાર્યવાહી બંધ રાખીને 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરાશે.