મધ્યપ્રદૃેશથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ
ગુજરાત બાદૃ હવે દૃેશના અન્ય રાજ્યોમાં પણ અદૃાલતોને બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ગુરુવારે (આઠમી જાન્યુઆરી) બિહાર, મધ્ય પ્રદૃેશ, ઓડિશા અને હિમાચલ પ્રદૃેશ સહિત અનેક રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદૃાલતોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરો ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બિહારમાં પટના, ગયા અને કિશનગંજ જિલ્લા અદૃાલતોને નિશાન બનાવવામાં આવી છે.
પટના સિવિલ કોર્ટમાં મળેલા ઈમેલમાં દૃાવો કરાયો હતો કે પરિસરમાં ઇડ્ઢઠ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદૃ ન્યાયાધીશો અને વકીલો સહિત તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢીને પીરબાહોર પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ગયા કોર્ટને છાવણીમાં ફેરવી દૃેવામાં આવી છે.
મધ્ય પ્રદૃેશની રીવા જિલ્લા અદૃાલત અને છત્તીસગઢની બિલાસપુર તથા રાજનાંદૃગાંવ કોર્ટમાં ધમકીભર્યા મેલ મળ્યો હતો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હાલમાં, કોઈ પણ અદૃાલતે શંકાસ્પદૃ વસ્તુની શોધની સત્તાવાર પુષ્ટિ કરી નથી.