ગુજરાત સહિત ૬ રાજ્યોના ૧૫ શહેરોમાં દૃરોડા
દૃેશના ૬ રાજ્યો અને ૧૫ શહેરોમાં ગુરૂવારે સવારે ઈડીએ દૃરોડા પાડ્યા છે. ઈડીના આ દૃરોડા સરકારી નોકરી અપાવવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને છે.
આ હેઠળ એક સંગઠિત ગેંગ લોકોને સરકારી નોકરી અપાવવાના નામે છેતરતી હતી. તેના તરફથી લોકોને નકલી નિમણૂંક પત્ર અને કોલ લેટર જારી કરવામાં આવતા હતા. ખાસ કરી ભારતીય રેલવે અને ૪૦ અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે આ કૌભાંડ ચાલી રહૃાું હતું. રેલવે સિવાય પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ વિભાગ, હાઈકોર્ટ, લોક નિર્માણ વિભાગ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામે લોકો સાથે છેતરિંપડી કરવામાં આવી રહી હતી. આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવી લોકોને નિમણૂંક પત્ર મોકલતું હતું. એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા, જેને જોઈને લાગતું હતું કે ખરેખર કોઈ સરકારી વિભાગ તરફથી મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોમાં વિશ્ર્વાસ પેદૃા કરવા માટે આ ગેંગ દ્વારા કેટલાક લોકોના ખાતામાં ૨થી ૩ મહિના પગાર પણ મોકલ્યો હતો. આ લોકોને આરપીએફ, ટીટીઈની નોકરીની લાલચ આપવામાં આવી હતી. તેમાં બેથી ત્રણ મહિના સુધી પગારના નામ પર રકમ ટ્રાન્સફર પણ કરવામાં આવતી હતી. રેલવેમાં ટેક્નીશિયન જેવા પદૃો પર પણ છેતરિંપડી કરવામાં આવતી હતી.