નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું:આ વખતે સરકારે નાગરિકોને સ્વ-ગણતરીની સુવિધા આપી છે
ભારતની આગામી વસ્તી ગણતરીની રાહ હવે પૂરી થવા જઈ રહી છે.
કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી ઘણી રીતે ઐતિહાસિક હશે, કારણ કે તે ફક્ત સંપૂર્ણપણે ડિજિટલ
જ નહીં પરંતુ સ્વતંત્રતા પછી પહેલી વાર જાતિના ડેટાને ઇલેક્ટ્રોનિક રીતે પણ રેકોર્ડ કરવામાં આવશે.
વસ્તી ગણતરી દૃર ૧૦ વર્ષે હાથ ધરવામાં આવે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ૨૦૨૧ ની વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવી હતી. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.
આ વખતની વસ્તી ગણતરી બે મુખ્ય તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે પહેલો તબક્કો (એપ્રિલ થી સપ્ટેમ્બર ૨૦૨૬): આને હાઉસ લિસ્ટિંગ (મકાનોની યાદૃી) કહેવામાં આવે છે. જેમાં દૃેશભરના મકાનો, દૃુકાનો અને ઇમારતોની ગણતરી કરવામાં આવશે.
બીજો તબક્કો (ફેબ્રુઆરી ૨૦૨૭): આ તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં દૃરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી લેવામાં આવશે.
આ વખતે સરકારે નાગરિકોને સ્વ-ગણતરી ની સુવિધા આપી છે. ઘરે-ઘરે સર્વે શરૂ થવાના ૧૫ દિૃવસ પહેલા એક ઓનલાઇન પોર્ટલ ખોલવામાં આવશે. લોકો પોતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પોતાના પરિવારની માહિતી ભરી શકશે. ત્યારબાદૃ, આગામી ૩૦ દિૃવસમાં ગણતરી કરનારા કર્મચારીઓ ઘરે આવીને બાકીની માહિતી મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રીતે નોંધશે.
આઝાદૃી પછી આ પ્રથમ વખત છે જ્યારે વસ્તી ગણતરીમાં જાતિ સંબંધિત આંકડા પણ એકત્રિત કરવામાં આવશે.
અગાઉ ૧૯૩૧માં અંગ્રેજોના શાસનકાળ દૃરમિયાન છેલ્લીવાર જાતિગત ગણતરી થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીએ ગયા વર્ષે જ આ અંગે મંજૂરી આપી દૃીધી હતી. આ તમામ ડેટા એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ દ્વારા સુરક્ષિત સર્વર પર અપલોડ કરવામાં આવશે, જેથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે.