Jai Hind

ભારતીય અર્થતંત્રએ વિશ્ર્વમાં સૌથી ઝડપી પ્રગતિ કરી

વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૩.૯૭ ટ્રિલિયન ડોલર રહેવાની શક્યતા છે અમેરિકાના ટેરિફ અન્ો વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા સામે દૃેશનું અર્થતંત્ર વધુ મજબ્ાૂત બન્યું છે

ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાના દૃરથી વધવાનો અંદૃાજ છે. એટલે કે, વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪ ટકા રહેશે. અમેરિકાના ટેરિફ અને વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા છતાં ભારત વિશ્ર્વમાં સૌથી ઝડથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે.
સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે, એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દૃરમ્યાન જીડીપી ૭.૪ ટકા રહેશે. આ અંદૃાજ આરબીઆઇના ૭.૩ ટકાના અંદૃાજ અને સરકારના અગાઉના ૬.૩થી ૬.૮ ટકાના અંદૃાજ કરતા વધુ છે.
ગત નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ ટકા રહૃાો હતો. અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર વધારે નંખાતો ટેરિફ, અન્ય દૃેશો સાથે થતી વેપાર સંદૃર્ભે તંગદૃીલી અને મહત્વપ્ાૂર્ણ નિકાસ સ્ોકટરોમાં અવરોધોનું જોખમ છતાં ભારતનું અર્થતંત્ર ૭.૪ ટકાના દૃરે વિકાસ કરી રહૃાું છે.
સરકારે જીએસટીના દૃરોમાં ઘટાડો કરતાં અન્ોક વસ્તુઓ પરના ટેકસમાં ઘટાડો થયો છે ગત વર્ષે આઇએમએફએ જણાવ્યું હતું કે, અમેરિકા-ભારત વેપાર સમજૂતીમાં થતા વિલંબના કારણે ભારતનો જીડીપી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૬ ટકા અને નાણાંકિય વર્ષ ૨૦૨૬-૨૭માં ૬.૨ ટકા રહેવાની ધારણા છે.
મૌર્ય તથા ગુપ્ત વંશનો સમય પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક સમૃધ્ધિના કારણે સુર્વણ યુગ કહેવાતો હતો એ સમયે ભારત વૈશ્ર્વિક વેપારનું કેન્દ્ર હતું. પ્રાંચિન સાહિત્યમાં ભારતની આર્થિક આકર્ષણ ક્ષમતા તથા સમૃધ્ધિની ગૌરવ ગાથાઓ લખાયેલી છે. વિડંબના આ છે કે, ભારત જ્યારે આઝાદૃ થયું ત્યારે દૃેશની આર્થિક સ્થિતિ નબળી હતી. બ્રિટીશરોનું શાસન અન્ો એ પહેલા ધન અને સત્તાના લાલચુ રાજાઓના આક્રમણના કારણે દૃેશ એક નાજુક, કૃષિ પ્રધાન તથા ઓછો વિકાસ દૃર પ્રાપ્ત કરનાર દૃેશ થયો હતો. એ સમયે ભારતની જીડીપીનો દૃર માત્ર ૨.૫ લાખ કરોડ રૂપિયા જેટલો હતો. સદૃીઓ સુધી ભારતનું શોષણ થતું હતું છતાં રાષ્ટ્રની આંતરિક શક્તિએ ભારતન્ો પુન: વિશ્ર્વની સશકત અર્થવ્યવસ્થામાં સ્થાન અપાવ્યું છે. વર્ષ ૨૦૨૫માં ભારત સરકારે ઘોષણા કરી હતી કે, જાપાનન્ો પાછળ રાખી ભારત હવે વિશ્ર્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે ભારતની અર્થવ્યવસ્થાનો આકાર હવે ૪.૧૯ ટ્રિલીયન અમેરિકી ડોલર મતલબ કે ૩૮૦ લાખ કરોડ રૂપિયા થયો છે. આ સફળતા કડક સુધારા, સશકત ન્ોત્ાૃત્વ, અન્ો ભારતન્ો ત્ોની મૂળ ગૌરવ વાળી સ્થિતિ સુધી પહોંચાડવાના દ્રઢ સંકલ્પથી થઇ છે આગામી બ્ો-ત્રણ વર્ષમાં ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બનશે.
આ ઉપલબ્ધિ ઝડપી આર્થિક વૃધ્ધિ, વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું બજાર, અને વિશાળ કાર્યશક્તિથી પ્રેરિત છે જે મોટા શ્રમબળ તથા મધ્યમ વર્ગ દ્વારા મેળવી શકાય છે કામકાજની ક્ષમતાના આધારે ભારત અગાઉથી વિશ્ર્વની ત્રીજી અર્થ વ્યવસ્થામાં સ્થાન ધરાવે છે.
પરંતુ પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં હજુ ઘણા પાછળ છીએ જે આશરે ૨૯૦૦ અમેરિકી ડોલર અર્થાત ૨.૬ લાખ રૂપિયા થઇ શકે છે. દૃેશમાં તવંગર અને ગરીબો વચ્ચે અંતર વધી રહૃાું છે. હજુ એક મોટો પડકાર આરબીઆઇની આ ચેતવણી થાય છે કે, જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદૃેશ, આંધ્ર પ્રદૃેશ, મધ્યપ્રદૃેશ તથા રાજસ્થાન જેવા મોટા રાજ્યો પર વધતા નાણાંકિય દૃબાણ પર ધ્યાન દૃર્શાવે છે.
સરકાર દ્વારા મૂકવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓ, પ્ોન્શન, સબસીડી, વેતન, વ્યાજ તથા પ્રત્યક્ષ અપાતો લાભ આ બધા પરિબળોના કારણે સરકાર પર બોજો વધી રહૃાો છે. દૃેશમાં કેટલાક રાજ્યોન્ો વ્યાજ ચૂકવવા માટે લોન લેવી પડે એવી સ્થિતિ છે. અલબત્ત સકારાત્મક બાબત આ છે કે, વર્ષ ૨૦૨૫ના અંતમાં આરબીઆઇ દ્વારા નાણાંકિય સ્થિરતા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં હવે દૃેશમાં બ્ોન્કો વધુ સમૃધ્ધ થઇ છે ત્ોમ જણાવાયું છે. ઘર આંગણે વધતી વિવિધ વસ્તુઓની માંગ નિયંત્રિત ફુગાવાનો દૃર, તથા કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓની મજબ્ાૂત બનતી બ્ોલેન્સ શીટ, વગ્ોરે કારણોના સહારે દૃેશની અર્થવ્યવસ્થા મજબ્ાૂત થઇ છે. અમેરિકા ભારતના મુખ્ય વેપારી ભાગીદૃારોમાંથી એક છે અલબત્ત ટેરિફ સાથે જોડાયેલ મુદ્દાઓ હજુ પડતર છે અન્ો આંતરરાષ્ટ્રીય રાજકારણના કારણે ચીનન્ો લઇ ભારતમાં વેપાર ક્ષેત્રે અનિશ્ર્ચિતતા વધી છે. આ બધી સ્થિતિ હોવા છતાં જુલાઇ- સપ્ટેમ્બર ૨૦૨૫ના ગાળામાં ત્રણ માસિક અર્થવ્યવસ્થા ૮.૨ ટકાના દૃરેથી વધી રહી અને જે ત્ો વર્ષ માટે આઠ ટકાનો વૃધ્ધિ દૃર થશે ત્ોમ માનવામાં આવતું હતું.