ઇશ્યૂ 13 જાન્યુઆરી 2026એ ખુલશે
ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો માટે ઑન-સાઇટ સોલાર ઊર્જા ઉકેલો પ્રદાન કરતી કંપની જીઆરઇ રિન્યુ એનર્ટેક લિમિટેડ એ તેના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઇશ્યૂ (IPO) માટે રૂ. 100-105 પ્રતિ ઇક્વિટી શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. આ IPO 13 જાન્યુઆરી 2026 ના રોજ ખુલશે અને 16 જાન્યુઆરી 2026 ના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ 12 જાન્યુઆરી 2026 ના રોજ ખુલશે. આ ઈંઙઘ બુક-બિલ્ડિંગ માર્ગ દ્વારા રૂ. 10 ફેસ વેલ્યુ ધરાવતા 37.68 લાખ નવા ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યૂ છે. પ્રાઈસ બેન્ડના ઉપરના સ્તરે, ઇશ્યૂનું કુલ કદ રૂ. 39.56 કરોડ સુધીનું રહેશે.
કંપનીના શેરોની સૂચિબદ્ધતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના જખઊ પ્લેટફોર્મ (ઇજઊ જખઊ) પર કરવાની પ્રસ્તાવિત છે. રોકાણકારો ઓછામાં ઓછા 2,400 ઇક્વિટી શેરો માટે બોલી મૂકી શકશે અને ત્યારબાદ 1,200 શેરોના ગુણાંકમાં બોલી મૂકી શકશે. ઓફર ડોક્યુમેન્ટમાં કરાયેલા ખુલાસાઓ મુજબ, ઈંઙઘમાંથી પ્રાપ્ત થનારી રકમનો મોટો ભાગ રેસ્કો મોડલ હેઠળ 7.20 મેગાવોટ (એસી) ક્ષમતા ધરાવતી ગ્રાઉન્ડ- માઉન્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે વાપરવાનો પ્રસ્તાવ છે. બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે, જેમ કે ઓફર ડોક્યુમેન્ટમાં વિગતે દર્શાવાયું છે.