Jai Hind

ઉત્તર ભારત શીત લહેરની ચપેટમાં, દિૃલ્હીમાં ૨.૯ ડિગ્રી ઠંડીએ રેકોર્ડ તોડ્યો

વહેલી સવારે અન્ો સાંજના સમયે લોકોન્ો ઘરની બહાર નિકળવુ મુશ્કેલ: રાજસ્થાનના પિલાની દૃેશનું સૌથી ઠંડુ શહેર

ઉત્તર ભારત હાલમાં ભયંકર ઠંડીની ચપેટમાં છે. શિયાળાની આ લહેરે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિૃલ્હી આ વખતે સૌથી વધુ ઠંડી અનુભવી રહી છે. રવિવાર, ૧૧ જાન્યુઆરીએ દિૃલ્હીના આયાનગર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન માત્ર ૨.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિૃવસ ગણાયો છે.
દિૃલ્હીના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન ખૂબ જ નીચા સ્તરે રહૃાું. પાલમમાં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી, લોધી રોડ પર ૪.૬ ડિગ્રી અને સફદૃરજંગમાં ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વહેલી સવાર અને મોડા સાંજના સમયે ઠંડી એટલી વધી જાય છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહૃાું છે. ઠંડીથી બચવા માટે લોકો રસ્તા કિનારે અને ખુલ્લા વિસ્તારોમાં આગ તાપતા જોવા મળે છે.
દિૃલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળી રહૃાો છે. રાજસ્થાન, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ તાપમાન સતત ઘટી રહૃાું છે. રવિવારે રાજસ્થાનનું પિલાની દૃેશનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સીકર ૧.૭ ડિગ્રી સાથે બીજા ક્રમે રહૃાું.
ઉત્તરાખંડના પંતનગરમાં તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું, જે તેને દૃેશનું ત્રીજું સૌથી ઠંડુ શહેર બનાવે છે. આ સિવાય રાજસ્થાનના ચુરુમાં ૨.૦ ડિગ્રી અને હરિયાણાના હિસારમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હજી થોડા દિૃવસો સુધી કડકડતી ઠંડી યથાવત રહી શકે છે. ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને વધારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકો ગરમ કપડાં પહેરે, અનાવશ્યક મુસાફરી ટાળે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખે તેવી અપીલ કરવામાં આવી છે.