Jai Hind

ત્રીજા સ્ટેજમાં રસ્તો ભટકી ગયો અન્વેષા સેટેલાઈટ,ઇસરોના ૨૦૨૬ના પ્રથમ મિશનને આંચકો

ત્રીજા સ્ટેજ બાદૃ રોકેટે દિૃશા બદૃલી નાખતાં ચોથું સ્ટેજ શરૂ જ ન થઈ શક્યું, જેના કારણે સેટેલાઇટ સેપરેટ ન થયું

આજે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ને સોમવારનો દિૃવસ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક ખૂબ જ મહત્વનો દિૃવસ હતો. ઈસરો (ૈંર્જીઇં)એ શ્રીહરિકોટાથી ઁજીન્ફ-ઝ્ર૬૨ રોકેટ છોડ્યું  આ હતું ૨૦૨૬નું પહેલું અંતરિક્ષ મિશન! રોકેટે સવારે ૧૦:૧૮ વાગ્યે આકાશમાં ઉડાન ભરી હતી. શરૂઆતના ત્રણ સ્ટેજ બિલકુલ સરસ ચાલ્યા. દૃરેક વ્યક્તિના ચહેરા પર ખુશી હતી, તાળીઓનો અવાજ ગુંજી રહૃાો હતો.
આ મિશનમાં સૌથી મોટો સેટેલાઈટ હતો અન્વેષા (ર્ઈંજી-દ્ગ૧)  જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા બનાવેલો અત્યંત અદ્યતન હાઈપરસ્પેક્ટ્રલ સેટેલાઈટ હતો. આ સેટેલાઈટની ખાસિયત વિશે વાત કરીએ તો પૃથ્વી પરની નાનીમાં નાની વસ્તુઓ પણ સ્પષ્ટ જોઈ શકે તેવી તેની ક્ષમતા હતી.
આ ઉપરાંત રોકેટમાં અન્વેષા (ર્ઈંજી-દ્ગ૧)ની સાથે-સાથે ૧૫ અન્ય નાના-મોટા સેટેલાઈટ પણ હતા. ત્રીજા સ્ટેજ સુધી બધું જ બરાબર ચાલી રહૃાું હતું, પણ અચાનક ત્રીજા સ્ટેજ (ઁજી૩)ના અંતે કંઈક ગડબડ થઈ. રોકેટનો રસ્તો બદૃલાઈ ગયો, દિૃશા ખોરવાઈ ગઈ અને મિશન કંટ્રોલ રૂમમાં ચુપ્પી છવાઈ ગઈ.
દૃુ:ખની વાત એ છે કે સેટેલાઈટને યોગ્ય ઓર્બિટમાં મૂકી શકાયા નહીં. અન્વેષા અને બાકીના બધા સેટેલાઈટને નુકસાન થયું. એટલે કે અન્વેષા સેટેલાઇટનું લોન્ચિંગ ફેલ થઈ ગયું છે.
અન્વેષા સેટેલાઇટનું લોન્ચિંગ ફેલ થયા બાદૃ ઈસરોના ચીફનું નિવેદૃન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “ત્રીજા સ્ટેજ સુધી બધું નોર્મલ ચાલ્યું હતું, પરંતુ અચાનક દિૃશામાં બદૃલાઈ ગઈ. અમે હાલ બધા ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહૃાા છીએ. જે પણ અપડેટ આવશે તે આપને જણાવીશું.”