મહિલાની સુરક્ષાની બાબતમાં બેંગ્લુરુ વધુ સુરક્ષિત
ભારતમાં મહિલાઓ હવે કરિયર, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને લઈને શહેર પસંદૃ કરતી વખતે વધુ જાગૃત બની છે, પરંતુ સવાલ એ છે કે કયું શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ છે? નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દિૃલ્હી, યુપી અને બિહાર જેવા મોટા રાજ્યોના શહેરો આ રેર્િંન્કગમાં પાછળ રહી ગયા છે, જ્યારે દૃક્ષિણ ભારતના શહેરોએ બાજી મારી લીધી છે. આ રેર્િંન્કગે મહિલા સુરક્ષા અને કરિયરના માપદૃંડો જ બદૃલી નાખ્યા છે. ચાલો જાણીએ આ શહેર વિશે.
અવતાર ગ્રુપના તાજેતરના રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વિમેન ઇન ઇન્ડિયા (્ઝ્રઉૈં) ૨૦૨૫ની ચોથી આવૃત્તિમાં બેંગલુરુએ મહિલાઓ માટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. કુલ ૫૩.૨૯ના સ્કોર સાથે બેંગલુરુએ કરિયર ગ્રોથ, નોકરીની તકો અને સામાજિક સુરક્ષાના મામલામાં તમામ શહેરોને પાછળ છોડી દૃીધા છે.
હવે પ્રશ્ર્ન છે કે, આ રેિંક્ધગ કઈ રીતે નક્કી કરવામાં આવી? તો શહેરોને મુખ્ય બે માપદૃંડો પર માપવામાં આવ્યા હતા. ૧. સોશિયલ ઇક્ધ્લુઝન સ્કોર (જીૈંજી): મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને જાહેર સુવિધાઓનું મૂલ્યાંકન. ૨. ઇન્ડસ્ટ્રિયલ ઇક્ધ્લુઝન સ્કોર (ૈૈંંજી): મહિલાઓ માટે રોજગારીની તકો અને કંપનીઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ. આ બન્નેને ભેગા કરીને શહેરોનો કુલ રેક્ધ નક્કી કરવામાં આવ્યો હતો.
ચેન્નઈ બીજા સ્થાન પર રહૃાું છે. ત્યારબાદૃ પુણે ત્રીજા ક્રમે અને હૈદૃરાબાદૃ ચોથા ક્રમે છે. ચેન્નઈ સામાજિક સુરક્ષા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મહિલાઓ માટે ઉત્તમ માનવામાં આવ્યું. કરિયર ગ્રોથમાં બેંગલુરુ આગળ છે, પરંતુ સામાજિક પરિબળોમાં ચેન્નઈ આગળ છે.
દિૃલ્હી, ગુરુગ્રામ અને નોઈડામાં નોકરીઓની ભરમાર છે, પરંતુ સુરક્ષા, મોંઘવારી અને મોબિલિટીના મામલે આ શહેરો પછાત રહૃાા છે. ગુરુગ્રામમાં અગાઉના રેિંક્ધગની સરખામણીએ થોડો સુધારો જોવા મળ્યો છે, પરંતુ હજુ પણ તે મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ માનવામાં આવતું નથી.મુંબઈ કરિયરની તકોમાં સમૃદ્ધ છે, પરંતુ રહેવાની મોંઘવારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહિલાઓ માટે પડકારરૂપ બની ગયું છે. પુણે પણ કરિયરના વિકલ્પો આપે છે, પરંતુ સુરક્ષા અને સામાજિક સુવિધાઓની બાબતમાં કેટલીક મર્યાદૃાઓ છે.