Jai Hind

એલ્જીએ કોયમ્બટૂર ખાતે નવી સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વેક્યૂમ પંપ એસેમ્બલી લાઇન સાથે વેક્યૂમ ટેકનોલોજીમાં આગળ પગલું ભર્યું

એલ્જી ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ (બીએસઈ: 522074 એનએસઈ: ઈએલજીઆઈઈક્વિપ), વિશ્વની અગ્રણી એર કમ્પ્રેસર ઉત્પાદક કંપનીઓમાંની એક, આજે તેના કોયમ્બટૂર મુખ્યાલય ખાતે નવી વેક્યૂમ પંપ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ નવી સુવિધા એલ્જી માટે વેક્યૂમ સોલ્યુશન્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે અને કંપનીની મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ, ક્વોલિટી લીડરશિપ અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ઉદ્ઘાટન પ્રસંગે ડો. જયરામ વરદરાજ, મેનેજિંગ ડિરેક્ટર, એલ્જી ઇક્વિપમેન્ટ્સ એ જણાવ્યું: આ વેક્યૂમ પંપ એસેમ્બલી લાઇન ભારતમાંથી ગ્લોબલી કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ બનાવવા માટે એલ્જી ની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. વેક્યૂમ ટેકનોલોજી અમારા કમ્પ્રેસ્ડ એર બિઝનેસનું સ્વાભાવિક વિસ્તરણ છે અને આ સુવિધા બતાવે છે કે અમે દરેક નવી પ્રોડક્શન લાઇનમાં ડેમિંગ-રિકગ્નાઇઝ્ડ ટીક્યુએમ પ્રેક્ટિસેસ અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ.