Jai Hind

એચડીએફસી બેન્ક પરિવર્તને કેન્સર જાગૃત્તિને સમર્થન આપવા મુંબઈ મેરેથોન 2026માં સૌથી મોટી કોર્પોરેટ ટુકડી ઉતારી

ઈન્ડિયન કેન્સર સોસાયટી માટે બેન્કના અંદાજે 1500 કર્મચારીઓ દોડમાં ભાગ લેશે

એચડીએફસી બેન્ક તેના સીએસઆર પ્રોગ્રામ પરિવર્તન મારફત આગામી 18 જાન્યુઆરીના રોજ યોજાનારી ટાટા મુંબઈ મેરેથોન 2026માં તેના અંદાજે 1500 જેટલા કર્મચારીઓ સાથે ભાગ લેશે. આ મેરેથોનના માધ્યમથી એચડીએફસી બેન્ક કેન્સર વિશે જાગૃત્તિ અને તેના વહેલા નિદાનને સમર્થન આપશે. બેન્કે કેન્સરની સારવારને સમર્પિત દેશના સૌથી જૂના એનજીઓ ઈન્ડિયન કેન્સર સોસાયટી સાથે ભાગીદારી કરી છે.
હેલ્થકેર અને હાઈજિનના સ્તંભ હેઠળ એચડીએફસી બેન્ક પરિવર્તન પ્રાથમિક અને નિવારક હેલ્થકેરની પહોંચ સુધારવા, આરોગ્ય માળખાને મજબૂત બનાવવા તેમજ સમુદાયોમાં આરોગ્ય- સભાન વર્તનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટાટા મુંબઈ મેરેથોનમાં આઈસીએસ સાથે ભાગીદારી તેની કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપશે. કેન્સરના વહેલા નિદાનથી તેની સારવાર શક્ય બને છે.
આ જોડાણ એચડીએફસી બેન્ક પરિવર્તનની સમુદાયોના આરોગ્ય પ્રત્યેની વ્યાપક પ્રતિબદ્ધતા પર આધારિત છે. મેરેથોનના ભાગરૂપે આઈસીએસ 100થી વધુ દોડવીરોની ટુકડી મેદાનમાં ઉતારશે, જેમાં કેન્સરને હરાવી નવુ જીવન જીવી રહેલા યુવાનો અને આઈસીએસ કર્મચારીઓ પણ ભાગ લેશે.