હાઈકોર્ટના ચુકાદૃાને પડકાર આપતી સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમે સેંગરને નોટિસ પણ જાહેર કરી
હાઈકોર્ટના ચુકાદૃાને પડકાર આપતી સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમે સેંગરને નોટિસ પણ જાહેર કરી
ઉન્નાવ કેસના મુખ્ય આરોપી કુલદૃીપ િંસહ સેંગરની અરજીને દિૃલ્હી હાઈકોર્ટે સોમવારે રદૃ કરી દૃીધી છે. કુલદૃીપ તરફથી સજા મુક્તિની અરજી દૃાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દૃીધી છે. દિૃલ્હી હાઈકોર્ટે કસ્ટોડિયલ ડેથ સાથે જોડાયેલા કેસમાં કુલદૃીપ િંસહ સેંગરની સજા સસ્પેન્ડ કરવાની અરજી રદૃ કરી દૃીધી છે. આ કેસ પીડિતાના પિતાની ધરપકડમાં થયેલ મોત સંબંધિત છે. આપને જણાવી દૃઈએ કે, આ મામલામાં સજા મળવાના કારણે કુલદૃીપ િંસહ સેંગર જેલમાંથી બહાર આવી શક્યા નહોતા. હાઈકોર્ટના ચુકાદૃાને પડકાર આપતી સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સેંગરને નોટિસ પણ જાહેર કરી હતી, જેમાં તેમને જવાબ દૃાખલ કરવાના નિર્દૃેશ મળ્યા હતા. પીડિતાએ પીટીઆઈ-ભાષા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું, મને કોર્ટ તરફથી ન્યાય મળ્યો છે. હું શરૂઆતથી ન્યાય માટે અવાજ ઉઠાવી રહી છું. હું કોઈ પણ કોર્ટ વિરુદ્ધ કોઈ આરોપ નથી લગાવતી. મને તમામ કોર્ટ પર વિશ્ર્વાસ છે. પણ સુપ્રીમ કોર્ટે મને ન્યાય આપ્યો છે અને આવું કરવાનું રાખશે.
આપને જણાવી દૃઈએ કે, ૨૯ ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દિૃલ્હી હાઈકોર્ટના એ આદૃેશ પર રોક લગાવી હતી, જેમાં ૨૦૧૭ના ઉન્નાવ રેપ કેસમાં સેંગરની આજીવન કેદૃની સજાને સસ્પેન્ડ કરી દૃીધી હતી અને મામલામાં તેની અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી જામીન આપી દૃીધા હતા. ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય સેંગરને આ કેસમાં દૃોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદૃની સજા સંભળાવી હતી. આપને જણાવી દૃઈએ કે, ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સોમવારે કુલદૃીપ સેંગરની આજીવન કારાવાસની સજાને સસ્પેન્ડ કરનારી દિૃલ્હી હાઈકોર્ટના આદૃેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા સંતોષ વ્યક્ત કર્યો અને ન્યાય પ્રણાલી પર પોતાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
