ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી, નીતિન નબીને ઉમેદૃવારી ફોર્મ ભર્યું
ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદૃવારી ફોર્મ ભરી દૃીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ િંસહ અને જે.પી. નડ્ડાએ નીતિન નબીનનું ઉમેદૃવારી ફોર્મ ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણને સોંપ્યું હતું. અત્યાર સુધીમાં નીતિન નબીને જ ઉમેદૃવારી ફોર્મ ભર્યું છે અને તેમણે ત્રણ અલગ-અલગ સેટમાં ઉમેદૃવારી ફોર્મ ચૂંટણી અધિકારી પાસે જમા કરાવ્યા છે. હવે નીતિન નબીનનું નિર્વિરોધ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ જવું લગભગ નિશ્ર્ચિત ગણાય છે. બસ હવે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે સવારે ૧૧:૩૦ વાગ્યે કરવામાં આવશે. જાહેરાત બાદૃ પાર્ટીના હેડક્વાર્ટરમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદૃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી અને અન્ય નેતાઓ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યાલયમાં લઈ જઈ પદૃગ્રહણ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદૃગી ૩ વર્ષ માટે થાય છે અને જો પાર્ટી હાઈકમાન્ડ ઈચ્છે તો વધુ ૩ વર્ષ સુધી તેઓ પદૃ પર રહી શકે છે.
નીતિન નબીન હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે.
