Jai Hind

સાત જવાન ઘાયલ, એક હવાલદૃાર શહીદૃ આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી

સમુદ્ર સપાટીથી ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ બનેલા આ ઠેકાણામાં જૈશનો પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અને તેનો સાથી આદિૃલ મહિનાઓથી છુપાયેલા હતા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના દૃુર્ગમ અને બરફાચ્છાદિૃત પહાડોમાં સુરક્ષા દૃળોએ જૈશ-એ-મોહમ્મદૃના આતંકીઓના એક અત્યંત મજબૂત અને ગુપ્ત ’કારગિલ-સ્ટાઈલ’ ફોર્ટિફાઇડ બંકરને શોધી કાઢીને ધ્વસ્ત કરી દૃીધું છે.
સમુદ્ર સપાટીથી ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ બનેલા આ ઠેકાણામાં જૈશનો પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અને તેનો સાથી આદિૃલ મહિનાઓથી છુપાયેલા હતા.
જ્યારે સુરક્ષા દૃળોએ આ ગુપ્ત બંકરની અંદૃર પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંની સુવિધાઓ અને લોજિસ્ટિક્સ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
આતંકીઓએ અહીં લાંબો સમય સુધી બહારની દૃુનિયાથી સંપર્ક કાપીને પણ જીવિત રહી શકાય તેવી તમામ તૈયારીઓ કરી રાખી હતી.
તપાસ દૃરમિયાન બંકરમાંથી ૫૦ મેગીના પેકેટ, ૨૦ કિલો ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખા, ટામેટા-બટાકા જેવી તાજી શાકભાજી અને ૧૫ જેટલા વિવિધ મસાલા મળી આવ્યા હતા, જે તેમની લાંબા ગાળાની યોજનાનો પુરાવો આપે છે.
રસોઈ માટે ગેસ સિલિન્ડર અને સૂકા લાકડાનો મોટો જથ્થો પણ ત્યાં હાજર હતો. મોટા પથ્થરોની અત્યંત મજબૂત દૃીવાલોથી બનેલું આ ’મિની-કિલ્લા’ જેવું બંકર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે તેમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અનેક ગુપ્ત રસ્તાઓ હતા, જેના કારણે તે સુરક્ષા દૃળો માટે એક મોટો પડકાર બની ગયું હતું.
રવિવારે બપોરે જ્યારે સુરક્ષા દૃળોએ આ ઠેકાણાને ઘેરી લીધું, ત્યારે આતંકીઓએ અચાનક ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ અથડામણમાં સાત જવાન ઘાયલ થયા હતા, જેમાંથી હવાલદૃાર ગજેન્દ્ર િંસહે ગંભીર ઈજાઓને કારણે દૃમ તોડ્યો હતો અને શહીદૃ થયા હતા.
આ હુમલા બાદૃ અંધારાનો લાભ લઈને સૈફુલ્લાહ અને આદિૃલ ભાગી છૂટવામાં સફળ રહૃાા હતા.
આટલી ઊંચાઈ અને દૃુર્ગમ વિસ્તારમાં આટલા મોટા પાયે રાશન અને ઈંધણ પહોંચાડવું સ્થાનિક મદૃદૃ વગર અશક્ય છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આતંકીઓને સ્થાનિક લોકો તરફથી લોજિસ્ટિક સપોર્ટ મળી રહૃાો હતો.
હાલમાં ચાર શંકાસ્પદૃોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.