Jai Hind

લાલકિલ્લા બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ વિસ્ફોટકોનો જંગી જથ્થો હજુ છુપાવાયો હોવાની આશંકા

કોડ નેઇમ ૨૬:૨૬, પ્રજાસત્તાક દિૃવસે હિન્દૃુ મંદિૃરો પર હુમલાની તૈયારી

નવી દિલ્હી: આગામી પ્રજાસતાક દિને દેશમાં મંદિરોને ટાર્ગેટ કરવા માટે આતંકીઓ પાટનગર સહિતના ક્ષેત્રોમાં ઘુસ્યા હોવાની માહિતી પરથી હાઈ એલર્ટ જારી કરાયુ છે. ભારતમાં સક્રીય શિખ અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસા જૈશએ મોહમ્મદ તથા અલ-કાઈદા સંગઠને મોટા હુમલા માટે હાથ મિલાવ્યા હોવાનો ગુપ્તચર તપાસમાં બહાર આવ્યા બાદ વધુ આંતરિક તપાસ થઈ હતી. જેમાં આતંકી મોડયુલના પર્દાફાશ થયો છે અને તેમાં સંભવિત માસ્ટર માઈન્ડ મોહમ્મદ રેહાન હોવાનું બહાર આવ્યુ છે. દિલ્હી ઠેર પોલીસે ગુપ્તચર વિભાગની સાથે સમગ્ર ષડયંત્ર જેને 26-26 કોડ નેઈમ આપવામાં આવ્યું હતું તેમાં મોટાપાયે હુમલાની તૈયારી હોવાનો પણ જાણવા મળ્યુ છે. ખાસ કરીને દિલ્હીમાં લાલ કિલ્લા બ્લાસ્ટમાં જે રીતે જંગી વિસ્ફોટક પાટનગર આસપાસ જ ઘુસાડવામાં આવ્યા હતા તે બાદ આતંકીઓ તેના સ્લીપર સેલ અને વ્હાઈટ કોલર આતંકીઓનું નેટવર્ક ધરાવતા હોવાનું ખુલ્યું હતું.
તેમાં સંભવિતોની યાદી તૈયાર કરી તેની શોધખોળ શરૂ થઈ છે. દિલ્હીમાં આ અંગે ઠેર પોષ્ટર લગાવાયા છે અને લોકોને તે અંગે લોકોને જાણ કરવામાં આવી છે આ ઉપરાંત દિલ્હીના ભીડભાડ વાળા મથકો, રેલવે સ્ટેશન- બસસ્ટોપ તથા પાટનગરની નવી-જૂની બજારોમાં પણ સાદા વસ્ત્રોમાં પોલીસ ગોઠવાઈ છે તથા શંકાસ્પદ લોકોની તપાસ થઈ રહી છે. પોષ્ટરમાં જેઓને દર્શાવાયા છે તેની આસપાસની તપાસ વ્યાપક બનાવાઈ છે. તથા અન્ય રાજયોની ખાસ કરીને યુપી, હરિયાણા પોલીસને પણ એલર્ટ કરી છે.
પોલીસે આ ઉપરાંત સોશ્યલ મીડીયા પર પણ વોચ ગોઠવી છે તથા તેમાં પોસ્ટ થતા મેસેજ મારફત ત્રાસવાદી એકબીજા સાથે સંપર્કમાં હોવાની આશંકા છે અને અનેક શંકાસ્પદ એકાઉન્ટ બ્લોક પણ કરાયા છે.