Jai Hind

મદ્રાસ હાઇકોર્ટ લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાને પત્નીનો દરજ્જો મળવો જોઇએ !

મહિલાઓને અસુરક્ષા અને
માનસિક આઘાતથી બચાવવા માટે પત્નીનો કાનુની દરજ્જો આપવો જરૂરી : જસ્ટીસ એસ.શ્રીમાથી

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટએ લિવ-ઇન રિલેશનશિપના વધતાં ચલણ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આ આપણાં માટે એક સાંસ્કૃતિક ઝટકો છે. આવા સંબંધોમાં રહેતી મહિલાઓને પત્નીનો દરજ્જો આપીને સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી તેમને શોષણ, અસુરક્ષા અને માનસિક આઘાતથી બચાવી શકાય. એક કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એસ. શ્રીમાથીએ જણાવ્યું કે યુવતીઓ એવું માને છે કે તેઓ મોડર્ન છે અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લે છે. પરંતુ થોડા સમય બાદ તેમને સમજાય છે કે આ સંબંધ લગ્ન જેવી કોઈ સુરક્ષા આપતો નથી. લિવ-ઇન રિલેશનશિપમાં મહિલાઓને પત્નીનો દરજ્જો આપી સુરક્ષા આપવી જોઈએ, જેથી ભલે સંબંધ મુશ્કેલ સમયમાંથી પસાર થતો હોય, છતાં તેમને પત્ની તરીકેના અધિકારો મળી શકે.