Jai Hind

યુરોપીયન યુનિયને ભારત સાથેના રક્ષા કરારને આપી મંજૂરી

આવતા સપ્તાહે દિૃલ્હીમાં ડીલ થશે

યુરોપિયન યુનિયનએ ભારત સાથેના નવા સંરક્ષણ કરાર (સિક્યોરિટી અને ડિફેન્સ એગ્રીમેન્ટ)ને મંજૂરી આપી દૃીધી છે. આવતા અઠવાડિયે નવી દિૃલ્હીમાં યોજાનારી ભારત-ઈેં શિખર સંમેલનમાં તેના પર હસ્તાક્ષર થશે.
ઇયુેંના વિદૃેશનીતિ પ્રમુખ કાજા કલ્લાસે બુધવારે યુરોપિયન સંસદૃમાં આ માહિતી આપી હતી. તેમણે કહૃાું કે આ ભાગીદૃારી એક મોટા વ્યૂહાત્મક એજન્ડાનો ભાગ હશે.
આ એજન્ડામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર, ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ડીલ, સાયબર સિક્યોરિટી, દૃરિયાઈ સુરક્ષા અને કાઉન્ટર ટેરરિઝમનો સમાવેશ થાય છે.
યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ભારત આવી રહૃાા છે. તેઓ ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિૃવસ સમારોહમાં મુખ્ય અતિથિ હશે. ભારત-ઈેં શિખર સંમેલન બીજા દિૃવસે ૨૭ જાન્યુઆરીએ યોજાશે.