અમેરિકા છોડીને સ્વદૃેશ પરત ફરતા ટેક વર્કર્સની સંખ્યામાં ૪૦%નો વધારો
ભારતીય વર્કર્સ માટે ‘અમેરિકન ડ્રીમ હવે ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ખાસ કરીને અમેરિકા ખાતે ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી કરનારા માટે સ્થિતિ વધુ વણસતી દૃેખાય છે. હવે અમેરિકાથી ભારત પરત ફરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રના નોકરિયાતોની સંખ્યા વધી રહી છે, જે આશ્ર્ચર્યજનક છે. લાંબા સમય પછી માઇગ્રેશનનું દિૃશા-પરિવર્તન થતું જોવા મળી રહૃાું છે. પહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દૃેખાઈ રહૃાા છે. આ પરિવર્તન ચોંકાવનારું છે.બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જૉબ પોર્િંસ્ટગ વેબસાઇટ િંલકડઇનના ડેટા પરથી જાણવા મળે છે કે ૨૦૨૫ના ત્રીજા ત્રણ મહિનામાં એવા લોકોની સંખ્યા ૪૦ ટકા વધી છે, જેમણે પોતાનું જૉબ લોકેશન બદૃલીને ભારત કર્યું છે. કોઈ પણ ટેક-વર્કર માટે અમેરિકા ખાતે નોકરી કરવી કારકિર્દૃી માટે શ્રેષ્ઠ માનવામાં આવતી હતી, પરંતુ હવે આ દૃૃશ્ય બદૃલાઈ રહૃાું છે અને ભારતીયો પોતાના દૃેશમાં નોકરી શોધી રહૃાા છે.અહીં પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે ભારતીય ટેક વર્કર્સ અમેરિકા છોડીને પોતાના દૃેશમાં શા માટે પરત ફરી રહૃાા છે? હકીકતમાં તેનો મુખ્ય જવાબ એચ-૧બી વિઝા છે. અમેરિકા ખાતે ટેક સેક્ટરમાં નોકરી માટે એચ-૧બી વિઝા આપવામાં આવે છે, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળમાં ત્યાંની સરકારની વિઝા નીતિમાં ભારે અનિશ્ર્ચિતતા જોવા મળી છે.
દૃર વર્ષે ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવામાં આવે છે, જેમાં ભારતીયો સૌથી અગ્રસ્થાન રહે છે. આ ઉપરાંત અમેરિકા ખાતે ડિગ્રી મેળવી હોય તેવા ૨૦ હજારને વિઝા મળે છે. આ શ્રેણીમાં પણ ભારતીયોને મોટી સંખ્યામાં વિઝા મળે છે.