સોના-ચાંદીમાં સવાર ઉગે’ને નવા ઉંચા ભાવ : એક જ દિવસમાં રેકોર્ડબે્રક-સૌથી મોટો ઉછાળો
શેરબજાર 600 પોઇન્ટના કડાકા બાદ ધુમ લેવાલીથી ગ્રીન ઝોનમાં: સેન્સેકસ 300 પોઇન્ટ ઉંચકાયો:ડોલર સામે રૂપિયો 9રને સ્પર્શી ગયો
સોનુ હાજરમાં 13,000ના ઉછાળાથી 1.90 લાખ થઇને 1,81,પ00 : વાયદામાં 1,80,779 થઇને 1,7પ,004
ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદૃીના ભાવે આજે ઇતિહાસ રચ્યો. ગુરુવાર, ૨૯ જાન્યુઆરીની સવારે સ્ઝ્રઠ પર ચાંદૃીના ભાવે પહેલી વાર રૂ.૪ લાખ પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક લેવલને પાર કરી ગયા. સોનામાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો જે રૂ.૧.૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામની નવી ટોચે પહોંચ્યો. સોના અને ચાંદૃીના ભાવમાં થોડા કલાકોના વેપારમાં ૬% થી ૮% નો જંગી વધારો જોવા મળ્યો.
આજે ચાંદૃીના ભાવમાં થયેલા ઉછાળાએ બધાને આશ્ર્ચર્યચકિત કર્યા છે. ચાંદૃી પહેલી વાર રૂ.૪ લાખ પ્રતિ કિલોગ્રામને વટાવી ગઈ. ગુરુવારે સવારના વેપારમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર માર્ચ ડિલિવરી ચાંદૃીનો ભાવ રૂ.૨૨,૦૯૦ પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ પર પહોંચી ગયો, જે રૂ.૪,૦૭,૪૫૬ પ્રતિ કિલોગ્રામ છે. આ એક જ દિૃવસમાં લગભગ ૬ ટકાનો વધારો દૃર્શાવે છે.
સોનાની વાત કરીએ તો ફેબ્રુઆરી ડિલિવરી સોનાના વાયદૃા પણ પાછળ નહોતા. ફેબ્રુઆરી ડિલિવરી સોનું સ્ઝ્રઠ પર લગભગ રૂ.૧૪,૫૦૦ વધીને રૂ.૧૦ ગ્રામ પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું. આ સ્થાનિક બજારમાં અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે.
વિદૃેશી બજારોમાં પણ સોનું અને ચાંદૃી સતત નવા રેકોર્ડ બનાવી રહૃાા છે. યુએસ ર્ઝ્રંસ્ઈઠ એક્સચેન્જ પર સોનું પહેલીવાર ઇં૫,૬૦૦ પ્રતિ ઔંસને વટાવી ગયું. એપ્રિલ ડિલિવરી માટે સોનું લગભગ ૫ ટકા વધીને ઇં૫,૬૨૬ પ્રતિ ઔંસ પર પહોંચ્યું. ચાંદૃીએ પણ ઇતિહાસ રચ્યો. ર્ઝ્રંસ્ઈઠ પર ચાંદૃીના ભાવ ઇં૧૧૯ પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉછાળાની સીધી અસર ભારતીય ભાવો પર પડી.
નબળો પડતો રૂપિયો એક મુખ્ય પરિબળ રહૃાો છે. નિષ્ણાતો કહે છે કે રૂપિયાની નબળાઈએ સ્થાનિક બજારમાં ભાવને ઉંચા કર્યા છે. ભારતીય રૂપિયો આજે લગભગ તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે આયાતી સોના અને ચાંદૃીના ભાવ આપમેળે વધે છે. વધુમાં, ડોલરની નબળાઈએ પણ ઉપરના વલણમાં ફાળો આપ્યો છે. સોના અને ચાંદૃીએ છેલ્લા ઘણા સમયથી અનેક રેકોર્ડ બનાવ્યા છે.
અમેરિકાએ વ્યાજદર યથાવત રાખતા તેજીનું નવું કારણ મળ્યું
સોના-ચાંદીની તેજી એકધારી ચાલુ જ રહી છે અને તેજી માટે નવા નવા કારણો ઉભા થઇ રહ્યા છે. નિષ્ણાંતોએ જણાવ્યું છે કે આજની તેજી પાછળ ઘણા અંશે અમેરિકી ફેડરલ રીઝર્વે વ્યાજદરમાં કોઇ બદલાવ ન કર્યાનું છે.
ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડશે કે કેમ તેની અટકળો ચાલી રહી હતી તે ગત રાતની મીટીંગમાં વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા હતા તેના કારણે સોના-ચાંદી વધુ સળગ્યા હતા. અમેરિકામાં લેબર માર્કેટ સ્થિર હોવાનું અને ફુગાવાનું ચિત્ર રજુ થયાના પગલે ટ્રેઝરી યીલ્ડ ઉંચકાયો હતો.
આ જ રીતે અમેરિકાનો ડોલર ઇન્ડેક્ષ સાડા ચાર વર્ષના તળીયેથી ફરી વધી ગયો હતો.