Jai Hind

ભારતનો જીડીપી ૭ ટકાથી વધુ રહેવાનો અંદૃાજ

નબળો રૂપિયો તથા સોના-ચાંદૃીના ઉંચા ભાવ મોંઘવારી વધારશે

લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારામનના સાવચેતીનો સુર, દૃેશની ગ્રોથ સ્ટોરી યથાવત, વૈશ્ર્વિક પડકારો અસર કરશે:સરકારનો સ્વીકાર

નવી દિલ્હી: આગામી તા.1 રવિવારે રજૂ થનારા કેન્દ્ર બજેટ પુર્વે આજે નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા 2025/26ના આર્થિક સર્વેમાં દેશની ઉત્પાદન ક્ષમતા મજબૂત હોવાનું જણાવીને 7%નો વિકાસ દર દેશ માટે ન્યુ નોર્મલ થઈ ગયો હોવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને 2025/26 એ પડકારજનક વર્ષ રહ્યા છતા પણ 7%નો વિકાસ દર જાળવી રખાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સરકારે સ્વીકાર્યુ કે છેલ્લો કેટલોક સમય દેશ અને દેશના અર્થતંત્ર માટે પડકારજનક રહ્યો હતો. ખાસ કરીને વધતી વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને અમેરિકી ટેરિફ એ આપણા નિકાસકારો અને ઉત્પાદકોને દબાણમાં રાખ્યા છે પણ ભારતે આ સંકટને અવસરમાં બદલી નાખ્યુ છે. સરકારે મોંઘવારી મુદે જણાવ્યું કે જીએસટી દરો ઘટવાથી માંગને ટેકો મળ્યો છે અને આગામી વર્ષે પણ માંગ મજબૂત રહેવાની અને રોકાણ પણ જળવાઈ રહેવાની આશા છે પણ તે સાથે વૈશ્ર્વિક પડકારોનો પણ સામનો કરવાનો છે. મહત્વપૂર્ણ રીતે પ્રથમ વખત નાણામંત્રીએ સતત વધતા જતા સોના-ચાંદીની કિંમત પણ દેશમાં મોંઘવારીને સાંકળી લીધી છે. સરકારે સ્વીકાર્યુ છેકે રૂપિયાની નબળી સ્થિતિ, સોના-ચાંદીના વધતા ભાવ એ મોંઘવારીમાં વધારો કરી શકે છે છતા પણ તે રિઝર્વ બેન્કની નિશ્ર્ચિત કરેલી મર્યાદામાં રહેશે.
નાણામંત્રીએ સ્વીકાર્યુ કે રૂપિયાની ઘટતી કિંમતથી વિદેશ આયાત માલ સામાન મોંઘો બની શકે છે જેને આયાતી ફુગાવો કહેવાય છે. તે ઉપરાંત સોના-ચાંદી-ધાતુમાંથી વધુ ઉંચી કિંમત જે મુખ્ય (કોર) ફુગાવા પર દબાણ લાવશે. સરકારે એ પણ સ્વીકાર્યુ કે અમેરિકી ટેરિફની અસર વ્યાપાર-ઉદ્યોગ પર દેખાવા લાગી છે પણ યુરોપીયન દેશો સાથેની સંધી આગામી સમયમાં રાહત આપશે. જો કે આ સંધીથી મોટો ઉદ્યોગ પણ સતર્ક થઈ ગયા છે અને સસ્તી વિદેશી કાર ઘરેલું ઉત્પાદકોને ટકકર મારી શકે છે. નાણામંત્રીએ ક્રુડતેલના નીચા ભાવથી રાહત હોવાનો દાવો કર્યો હતો તથા આગામી સમયમાં મોંઘવારી કાબુમાં રાખવા રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડશે તેવી આશા નિર્મલા સીતારામને વ્યક્ત કરીહતી જેની હોમલોન, ઓટોલોન ધારકોને રાહત મળશે. એકંદરે નાણા મંત્રીએ દાવો કર્યો કે ભારતની ગ્રોથ સ્ટોરી મજબૂત છે અને દુનિયાના ઝડપથી આગળ વધતા અર્થતંત્ર બની રહેશે પણ વૈશ્ર્વિક ઉથલપાથલ નબળો રૂપિયો વૈશ્ર્વિક બજારની ઉથલપાથલ અસર કરશે.નાણામંત્રીએ દાવો કર્યો કે એમએસએમઈ ક્રેડીટ યોજનાઓનો વિસ્તારથી ક્રેડીટ સુલભતા વધશે. બેન્કોના બેલેન્સશીટ મજબૂત બન્યા છે અને નાણાકીય સ્થિતિ અગાઉથી વધુ મજબૂત છે.