Jai Hind

બજેટ સત્રમાં આર્થિક સર્વે પહેલા વડાપ્રધાનનું સંબોધન : રિફોર્મ, પફોર્મ અને ટ્રાન્સફોર્મ બન્યા સરકારની ઓળખ: મોદૃી

સંસદના બજેટ સત્રના આરંભમાં અને આર્થિક સર્વે પહેલા પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ બધા સાંસદોને સંબોધીને કહ્યું હતું કે 2026 માટે રાષ્ટ્રપતિ દ્વારા બતાવવામાં આવેલી બધી ચીજોને સાંસદોએ ગંભીરતાથી લીધી હશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશનું ધ્યાન હાલમાં કેન્દ્રીય બજેટ પર કેન્દ્રીત થવું સ્વાભાવિક છે, કારણ કે બજેટ દેશની આર્થિક દિશા અને વિકાસની પ્રાથમિકતાઓને નક્કી કરે છે, પણ સરકારની ઓળખ માત્ર બજેટ સુધી સીમિત નથી. ગત વર્ષમાં સરકારે-રિફોર્મ પફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિથી દેશના વિકાસને નવી ગતિ આપી છે.
આર્થિક દિશા અને વિકાસની પ્રાથમિકતાઓને નક્કી કરે છે પણ સરકારની ઓળખ માત્ર બજેટ સુધી સીમિત નથી. ગત વર્ષમાં સરકારે-રિફોર્મ પફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિથી દેશના વિકાસને નવી ગતિ આપી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે હવે ભારત હવે સુધારાની રિફોર્મ એક્સપ્રેસ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સુધારાની યાત્રા માત્ર સરકાર સુધી સીમિત નથી, બલ્કે સંસદના બધા સભ્યોના સકારાત્મક સહયોગથી સતત મજબૂતી મળી રહી છે.
આ તકે મોદીએ ભારત-યુરોપીય સંઘ વચ્ચે થયેલી મુક્ત વ્યાપાર સમજુતીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આ સમજુતીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આ સમજુતી આત્મ વિશ્ર્વાસ, પ્રતિસ્પર્ધી અને ઉત્પાદક ભારતની દિશામાં એક મોટું પગલું છે તેમણે જણાવ્યું હતું કે હાલની ત્રિમાસિકની શરૂઆત ખૂબ જ સકારાત્મક રહી છે તેમણે કહ્યું હતું કે મુક્ત વ્યાપાર સમજુતી આપનારા સમયની ઉજ્જવળ દિશા અને ભારતીય યુવાઓનું ભવિષ્ય દર્શાવે છે.
પીએમે વિકાસના દીર્ધકાલીન લક્ષ્ય પર પણ વાત કરી તેમણે કહ્યું હતું કે 21મી સદીનો પ્રથમ એક ચતુર્થાશ ભાગ પૂરો થઇ ગયો છે અને હવે આગામી તબકકાની શરુઆત થઇ રહી છે. વિકસિત ભારતના 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે આગામી 25 વર્ષનો દોર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.રાષ્ટ્રપતિના સંબોધનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે રાષ્ટ્રપતિનું ભાષણ 140 કરોડ ભારતીયોના ભરોસાની અભિવ્યકિત હતું, ખાસ કરીને યુવાનોની આકાંક્ષાઓની રૂપરેખા હતી.
બજેટને લઇને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારામન દેશના પહેલા મહિલા નાણામંત્રી છે જે સતત 9મીવાર બજેટ રજુ કરી રહ્યા છે.