નવા નિયમોની વ્યાખ્યા અસ્પષ્ટ, દૃુરુપયોગ થવાનો ખતરો: સીજેઆઇ
કેન્દ્રને નિયમોનો ડ્રાટ ફરીથી તૈયાર કરવા નિર્દૃેશ: ૧૯ માર્ચે સુનાવણી
સુપ્રીમ કોર્ટે ેંય્ઝ્ર (ેંહૈીજિૈંઅ ય્ટ્ઠિહંજ ર્ઝ્રદ્બદ્બૈજર્જૈહ-ેંય્ઝ્ર)ના નવા નિયમો પર સુનાવણી દૃરમિયાન મોટો આદૃેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જ્યોમાલ્યા બાગચીની બેન્ચમાં આ કેસની સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટે કહૃાું કે, ેંય્ઝ્રના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દૃુરુપયોગ થવાનો ખતરો છે. આ પછી કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે (રોક) લગાવી દૃીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાટ ફરીથી તૈયાર કરવાનો નિર્દૃેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચે હાથ ધરવામાં આવશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આદૃેશ આપતાં કહૃાું કે, ૨૦૧૨ના નિયમો ફરીથી લાગુ થશે. તેમણે કહૃાું કે, રેગ્યુલેશનમાં જે શબ્દૃોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનાથી એવું લાગે છે કે આ રેગ્યુલેશનનો દૃુરુપયોગ થઈ શકે છે.
એટલે કે આ નિયમોનો દૃુરુપયોગ થઈ શકે છે. જસ્ટિસ બાગચીએ કહૃાું કે, અમે સમાજમાં એક નિષ્પક્ષ અને સમાવેશી માહોલ બનાવવા પર વિચાર કરી રહૃાા છીએ. નોંધનીય છે કે, ેંય્ઝ્રના નવા નિયમો વિરુદ્ધ મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત િંજદૃલ અને રાહુલ દૃીવાને અરજીઓ દૃાખલ કરી છે.
અરજદૃારના વકીલ વિષ્ણુ શંકર જૈને સુનાવણી દૃરમિયાન જણાવ્યું હતું કે, અમે યુજીસી એક્ટની કલમ ૩(ઝ્ર)ને પડકારી રહૃાા છે અને તે બંધારણની વિરુદ્ધ છે. સુનાવણી દૃરમિયાન ચીફ જસ્ટિસે કહૃાું કે, આઝાદૃીના ૭૫ વર્ષ પછી પણ દૃેશ જાતિની જંજાળમાંથી બહાર નથી નીકળી શક્યો. બીજી તરફ જસ્ટિસ જ્યોમાલ્યા બાગચીએ અમેરિકાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહૃાું કે “મને આશા છે કે આપણે એવી સ્થિતિ સુધી નહીં પહોંચીએ જ્યાં અમેરિકાની જેમ અલગ-અલગ શાળાઓ હોય, જ્યાં એક સમયે અશ્ર્વેત અને શ્ર્વેત બાળકોને અલગ-અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.”
૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (ેંય્ઝ્ર) નવા નિયમો જાહેર કર્યા હતા, જેનું નામ છે પ્રમોશન ઑફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ, ૨૦૨૬. આ નિયમનો મુખ્ય હેતુ કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદૃભાવ રોકવાનો હતો. ખાસ કરીને જીઝ્ર, જી્ અને ંર્મ્ઝ્ર વિદ્યાર્થીઓને ત્રાસ, અપમાન કે અસમાન વર્તનથી બચાવવાનો. આ માટે દૃરેક કોલેજ-યુનિવર્સિટીને ઇક્વિટી કમિટી, ઇક્વોલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર, ૨૪ કલાકની હેલ્પલાઇન અને મોનિટિંરગ ટીમ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
નિયમો મુજબ, આ ટીમ જીઝ્ર, જી્ અને ંર્મ્ઝ્ર વિદ્યાર્થીઓની ફરિયાદૃોની તપાસ કરશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદૃારી લાવવા માટે કર્યા છે. જોકે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ અને કેટલાક સંગઠનો-સંસ્થાઓએ આ નિયમોનો વિરોધ કર્યો હતો.
દૃેશભરમાં નિયમોને લઈને વિરોધ થવા લાગ્યો હતો. આ નિયમો સામે દૃેશભરમાં પ્રદૃર્શનો થઈ રહૃાા હતા. ેંય્ઝ્ર ઓફિસ બહાર વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા. કેટલાક જનરલ કેટેગરીના લોકોએ રાજીનામાં પણ આપ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું હતું કે સવર્ણ વિદ્યાર્થીઓને ‘સ્વાભાવિક અપરાધી બનાવી દૃેવામાં આવ્યા છે. નવા નિયમો કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં તેમની વિરુદ્ધ ભેદૃભાવને પ્રોત્સાહન આપી શકે છે. તેનાથી કોલેજોમાં અરાજકતા પેદૃા થશે. જોકે, આ નિયમોનો ભારે વિરોધ થયા બાદૃ સુપ્રીમ કોર્ટે હવે નવા નિયમ પર સ્ટે લગાવી દૃીધો છે. ઝ્રત્નૈં સૂર્યકાંતે િંચતા વ્યક્ત કરતા કહૃાું કે, યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને આવી પરિસ્થિતિનો તોફાની તત્વો દ્વારા દૃુરુપયોગ થઈ શકે છે. તેમણે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરતાં કહૃાું કે, કેટલાક પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવા પર વિચાર કરો. જે મુદ્દાની સમીક્ષા કરે જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના વિભાજન વગર આગળ વધી શકીએ અને સૌનો વિકાસ થાય.
અન્ય એક અરજી કરનારા વકીલે કહૃાું કે, જો હું એક સામાન્ય વર્ગનો વિદ્યાર્થી છું. કોલેજમાં સિનિયરને મને જોઈને ખબર પડી જશે કે હું ફ્રેશર છું. પછી મારી રેિંગગ થશે. જો તે સિનિયર જીઝ્ર-જી્ વર્ગનો હશે તો મારે જ કાર્યવાહીનો સામનો કરવો પડશે. મારી પાસે તો કોઈ સહારો નહીં રહે. આગોતરા જામીનનો કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે પહેલેથી જ કાયદૃા બદૃલી નાંખ્યા છે. વિદ્યાર્થીનું કરિયર સમાપ્ત થઈ જશે. કેસની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે આદૃેશ આપ્યા છે કે જૂના ૨૦૧૨ના જ નિયમો ફરીથી લાગુ કરાશે. જૂના નિયમો નવા નિયમો કરતાં વધુ સંતુલિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી ૧૯ માર્ચે કરાશે જ્યાં સમિતિની રચના તથા નિયમોની વ્યાખ્યા મુદ્દે આદૃેશ અપાશે.