Jai Hind

એક દિૃવસમાં ચાંદૃીમાં રૂા.૬૭,૮૯૧ સોનામાં રૂા.૧૬,૫૦૦નો કડાકો

બુલિયન માર્કેટમાં બ્લેક ફ્રાઇડે

સોના અન્ો ચાંદૃીના ભાવ આસમાન્ોથી જમીન પર પટકાયા:ચાંદૃી પ્રતિ કિલો રૂા.૩,૩૨,૦૦૦ અન્ો સોનું ૧૦ ગ્રામ રૂા.૧,૬૭,૪૦૬ની સપાટીએ બંધ

બુલિયન માર્કેટમાં આજે એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદૃીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્ર્વિક બજારની અસર અને સ્થાનિક સ્તરે મોટા પ્રોફિટ બુિંકગને કારણે આજે સોના અને ચાંદૃીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદૃીમાં આવેલો કડાકો બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહૃાો છે.
સોનાના ભાવનું વિશ્લેષણ
સોનાના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ મોટું ગાબડું જોવા મળ્યું છે:
ગઈકાલનો બંધ ભા): રૂ.૧,૮૩,૯૬૨.૦૦
આજનો ઓપન ભાવ : રૂ.૧,૮૦,૪૯૯.૦૦
વર્તમાન ટ્રેિંડગ ભાવ: રૂ.૧,૬૭,૪૦૬
આજનો કુલ ઘટાડો: સમાચાર લખવા સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં રૂ.૧૬,૫૫૬.૦૦ (-૯%) નો જંગી કડાકો આવ્યો છે. દિૃવસ દૃરમિયાન સોનું નીચામાં રૂ.૧,૬૭,૪૦૬ સુધી પણ ગયું હતું. જેના પરથી આજનો કુલ ઘટાડો ૧૬૫૫૬ને સ્પર્શી ચૂક્યો છે.
ચાંદૃીના ભાવનું વિશ્લેષણ
ચાંદૃીના ભાવમાં આજે સૌથી ભયાનક ઘટાડો જોવા મળ્યો છે:
ગઈકાલનો બંધ ભાવ : રૂ.૩,૯૯,૮૯૩.૦૦
આજનો ઓપન ભાવ : રૂ.૩,૮૩,૮૯૮.૦૦
આજનું તળીયું: રૂ.૩,૩૨,૦૦૨.૦૦
આજનો કુલ કડાકો: ચાંદૃીના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં કુલ રૂ.૬૭૮૯૧.૦૦ નો ઘટાડો નોંધાયો છે. આ આંકડો ગઈકાલના ક્લોિંઝગ ભાવને આધારિત છે.
બજારના વિશ્લેષકોના મતે, સોનું અને ચાંદૃી જે રીતે રેકોર્ડ હાઈ પર હતા, ત્યાંથી મોટા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદૃલાતા આર્થિક સમીકરણોને કારણે િંકમતી ધાતુઓના ભાવમાં આ સળવળાટ જોવા મળી રહૃાો છે. જોકે કેટલાક નિષ્ણાતો એવો દૃાવો કરે છે કે અમેરિકામાં ફેડના ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહૃાો છે. તેમનાથી ટ્રમ્પ પહેલાથી જ નારાજ હતા. જોકે હવે ટ્રમ્પ જેમને નવા ફેડ ચેરમેન બનાવવા માગે છે તેમની નીતિઓ કડક હોય છે અને તે પોલિસી રેટને હાઈ રાખવામાં માને છે. જો એવું થશે તો તે સોના અને ચાંદૃીના બજાર માટે સુરક્ષિત નહીં મનાય એટલા માટે જ સોના-ચાંદૃીના બજારમાં કડાકો દૃેખાઈ રહૃાો છે.