હિમવર્ષા અન્ો વરસાદૃના પગલે શીત લહેર તીવ્ર બનશે
જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષાન્ો કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હરિયાણા- પંજાબના ૪ શહેરોમાં તાપમાન ૪ ડિગ્રીથી નીચે જતું રહૃાું છે. જ્યારે યુપી- બિહારમાં વરસાદૃી માહોલ સર્જાયેલો છે. જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં પારો માઇનસ ૧૧.૨ ડિગ્રીએ આવી ગયો છે. અનંતનાગ જિલ્લામાં નવેસરથી થયેલી હિમવર્ષા બાદૃ માઇનસ તાપમાન થઇ જતાં મકાનની છત પરથી પડતું પાણી થીજીન્ો બરફમાં રૂપાંતર થઇન્ો સળીના આકારમાં લટકી રહૃાું છે.
ઉતર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થઈ ગયું છે, જેથી પહાડી રાજયોમાં ભારે બરફવર્ષા અને દિલ્હી-એનસીઆર સહિત મેદાની વિસ્તારોમાં વરસાદના દોરની હવામાન વિભાગે આગાહી કરી છે.
આઈએમડીના અનુસાર આ ડિસ્ટર્બન્સ ઉતર-પશ્ર્ચિમ ભારતને અસર કરશે, જેથી પશ્ર્ચિમી હિમાલય ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ)માં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી હળવાથી લઈને વ્યાપક વરસાદ/બરફવર્ષા થઈ શકે છે. ખાસ કરીને 1 ફેબ્રુઆરીએ ગરજ અને ચમક સાથે દર કલાકે 30-40 કિલોમીટરની ઝડપે ઝડપી પવન ફુંકાશે. હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં 1 અને 2 ફેબ્રુઆરીએ ભારે બરફવર્ષા અને બરફવર્ષાની સંભાવના છે.
જાંબા, કુલુ, લાહોલ, સ્પીતી જેવા જિલ્લા માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉતરાખંડમાં પણ ઉચ્ચ હિમાલયી ક્ષેત્રો જેમકે ઉતરકાશી, ચમોલી, પિથોરાગઢ અને રૂદ્રપ્રયાગમાં ભારે બરફવર્ષાની આશંકા છે. જેના કારણે ચારધામમાં યાત્રા માર્ગને અસર થઈ શકે છે. બીજી બાજુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો (નોઈડા, ગુરુગ્રામ, ગાઝીયાબાદ)માં 31 જાન્યુઆરીની સાંજે હવામાન બદલશે.
