તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપવા સુપ્રીમનો આદૃેશ

તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદૃેશોને નિર્દૃેશ આપતા કોર્ટે કહૃાું કે ‘નહી તો અમે શાળાની માન્યતા રદ કરીશુ

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોને નિર્દૃેશ આપ્યો છે કે બધી શાળાઓ છોકરીઓને મફત સેનિટરી પૂરા પાડે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોને શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય સુનિશ્ર્ચિત કરવાનો પણ નિર્દૃેશ આપ્યો છે. કોર્ટે બધી શાળાઓને દિૃવ્યાંગો માટે અનુકૂળ શૌચાલય પૂરા પાડવાનો પણ નિર્દૃેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે માસિક રુાાવની સ્વચ્છતાનો અધિકાર એ બંધારણ દ્વારા બાંયધરીકૃત જીવનનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જો ખાનગી શાળાઓ છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ પૂરા પાડવામાં નિષ્ફળ જાય તો તેમની માન્યતા રદૃ કરવામાં આવશે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદૃેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોને બધી શાળાઓમાં છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય સુનિશ્ર્ચિત કરવાનો નિર્દૃેશ આપ્યો હતો. બધી શાળાઓ, ભલે તે સરકાર દ્વારા સંચાલિત હોય કે નિયંત્રિત દિૃવ્યાંગો માટે યોગ્ય શૌચાલય પૂરા પાડવા જ જોઈએ. બેન્ચે એમ પણ કહૃાું હતું કે જો સરકારો છોકરીઓને શૌચાલય અને મફત સેનિટરી પેડ પૂરા પાડવામાં નિષ્ફળ જાય તો તે તેમને જવાબદૃાર ઠેરવશે.

રિલેટેડ ન્યૂઝ