ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપનીઓ પૈકીની વેક્સિન્સ તથા હેલ્થ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરતી હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 10.67 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.44 કરોડની તુલનામાં 140%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક સ્ટેન્ડઅલોન બિસિસ પર રૂ. 70.35 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.86 કરોડની તુલનામાં 12%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 17.75 કરોડ (એબિટા માર્જીન 25%) નોંધાયો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10.32 કરોડ (એબિટા માર્જીન 16%)ની તુલનામાં વાર્ષિક 72%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઊઙજ પ્રતિ શેર રૂ. 12.54 રહ્યો છે.