ખેડૂતો માટે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૬નું બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકારે હવે પરંપરાગત ખેતીની સાથે હાઈ વેલ્યૂ ક્રોપ (ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો) અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટમાં નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદૃનને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. નાળિયેરની ખેતી કરતા રાજ્યોમાં જૂના અને ક્ષતિગ્રસ્ત વૃક્ષોને હટાવી નવી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતોના વાવેતર માટે સહાય અપાશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય કાજુ અને કોકોને પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બની નિકાસ વધારી શકે. સરકારે ખેતીમાં વિજ્ઞાનનો સમન્વય કરતા બે મોટી પહેલ કરી છે. કૃષિ ઉત્પાદૃકતા વધારવા અને રોગ-જીવાતની સચોટ આગાહી માટે ખેતીમાં છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.