Jai Hind

આ વખતના બજેટની ૧૫ મહત્ત્વની જાહેરાતો

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬ રજૂ કરીને વિકસિત ભારતના રોડમેપની બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. સંરક્ષણથી લઈને સામાન્ય માણસના ખિસ્સા સુધી અસર કરતા આ બજેટની સૌથી મહત્ત્વની ૧૫ બાબતો નીચે મુજબ છે.
૧. સંરક્ષણ બજેટમાં રેકોર્ડ વધારો: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સંરક્ષણ મંત્રાલયને રૂ.૭.૮ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદૃી માટે મૂડીગત ખર્ચમાં મોટો ઉછાળો કરી તેને રૂ.૨.૧૯ લાખ કરોડ કરવામાં આવ્યો છે.
૨. ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત પણ મોટી રાહત: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ ટેક્સપેયર્સ માટે રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની મુદૃત ૩૧ ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ કરવામાં આવી છે. નવો ઇક્ધમ ટેક્સ એક્ટ ૧ એપ્રિલ ૨૦૨૬થી લાગુ થશે.
૩. ૭ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત: દૃેશમાં કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ-પુણે, દિૃલ્હી-વારાણસી અને હૈદૃરાબાદૃ-બેંગલુરુ સહિત કુલ ૭ નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
૪. દૃીકરીઓ માટે હોસ્ટેલ યોજના: દૃેશના અંદૃાજે ૮૦૦ જિલ્લાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. દૃરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવાનું લક્ષ્ય રખાયું છે.
૫. કેન્સરની દૃવાઓ થશે સસ્તી: કેન્સરની ૧૭ અને અન્ય ૭ દૃુર્લભ બીમારીઓની દૃવાઓ પરથી આયાત ડ્યુટી (ૈંર્દ્બિં ડ્ઢેંઅ) સંપૂર્ણપણે નાબૂદૃ કરવામાં આવી છે, જેનાથી તબીબી સારવાર સસ્તી થશે.
૬. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોનો વિકાસ: ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા નાના અને મધ્યમ શહેરોના આધુનિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરાઈ છે.
૭. શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ: ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દૃેશની ૧૫૦૦૦ સેકન્ડરી શાળાઓ અને ૫૦૦ કોલેજોમાં અત્યાધુનિક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે.
૮. ૩ નવા આયુર્વેદિૃક છૈૈંંસ્જી: આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદૃને વધુ પ્રાધાન્ય આપતા દૃેશમાં ત્રણ નવી આયુર્વેદિૃક એઈમ્સ (છૈૈંંસ્જી) ખોલવામાં આવશે.
૯. ગ્રામીણ મહિલાઓ માટે શી-માર્ટ્સ (જીૐઈ-સ્ટ્ઠિંજ): મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રિન્યોર (જીૐઈ) માર્ટ્સ શરૂ કરાશે, જ્યાં તેઓ પોતાના ઉત્પાદૃનો સીધા વેચી શકશે.
૧૦. ખેલો ઈન્ડિયા મિશનનો વિસ્તાર: ખેલો ઈન્ડિયા મિશનને આગામી ૧૦ વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. આ અંતર્ગત નવા ટ્રેિંનગ સેન્ટર બનશે અને નેશનલ લેવલની વધુ સ્પર્ધાઓ યોજાશે.
૧૧. મેડિકલ ટુરિઝમ હબ: મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દૃેશમાં ૫ રિજનલ મેડિકલ હબ બનાવવામાં આવશે, જેમાં આયુષ કેન્દ્રો અને રિહેબ સેન્ટરોની સુવિધા હશે.
૧૨. ટેક્સ સિસ્ટમમાં સરળીકરણ: મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. વિદૃેશી પ્રવાસના પેકેજ અને શિક્ષણ-તબીબી ખર્ચ પરનો ્ઝ્રજી ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે.
૧૩. નોર્થ-ઈસ્ટ પર ફોકસ અને બૌદ્ધ સર્કિટ: અરુણાચલ પ્રદૃેશ, સિક્કિમ અને મિઝોરમ સહિતના રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવશે. આ સાથે જ ઇમરજન્સી ટ્રોમા સેન્ટરો પણ વધારવામાં આવશે.
૧૪. આયુર્વેદૃને વૈશ્ર્વિક ઓળખ: આગામી ૫ વર્ષમાં ૧ લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરાશે. જામનગરમાં ઉર્ૐં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને વધુ મજબૂત બનાવવામાં આવશે. ૧૫. ઝ્રદ્ગય્ અને બાયોગેસ થશે સસ્તું: પર્યાવરણ અને સામાન્ય વાહન ચાલકોને રાહત આપતા બજેટમાં ઝ્રદ્ગય્ અને બાયોગેસના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે.