આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારનું મોટું પગલું
ઈલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચિંરગ સ્કીમનું બજેટ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ
નાણામંત્રી નિર્મલા સિતારમણે ભારતના ઘરેલૂ ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે બજેટ ૨૦૨૬-૨૭માં ઈલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચિંરગ સ્કીમનું બજેટ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ વધેલા બજેટ દ્વારા ભારત સરકારનો ઉદ્દેશ ઈલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સના લોકલ મેન્યુફેક્ચિંરગને પ્રોત્સાહન આપવું, ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી કરવી અને સરકારના મેક ઈન ઈન્ડિયા અને પ્રોડક્શન િંલક્ડ ઈન્સેન્ટિવ (ઁન્ૈં) લક્ષ્યને સપોર્ટ કરવાનો છે.
એક્સપર્ટ્સના પ્રમાણે, વર્તમાન બજેટમાં મેન્યુફેક્ચિંરગ સેક્ટર પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અમેરિકા સાથે ટ્રેડ ટેન્શનના કારણે ભારતની સામે આવનારા આર્થિક પડકારોને જોતા બહુ જરૂરી છે. આ ઉપરાંત તેમનું કહેવું છે કે, રેર અર્થ અને સેમીકન્ડક્ટર જેવા સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા પર ભાર મૂકવો એક શાનદૃાર પગલું છે. સરકારે કારોબારી વર્ષ ૨૦૧૭ માટે પોતાનું કેપિટલ એક્સપેન્ડિચર ૧૨.૨ લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જે કારોબારી વર્ષ ૨૦૨૬માં ખર્ચ કરવામાં આવેલા લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાના કેપેક્સથી ૨૨ ટકા વધારે છે.