વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતુ બજેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના નેતૃત્વમાં નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું ૨૦૨૬-૨૭ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહૃાું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે.
મુખ્યમંત્રીએ કહૃાું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદૃાતા અને નારીશક્તિ તથા દિૃવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. એટલું જ નહિ, સમાજના બધાં જ ક્ષેત્રોને અને દૃરેક વર્ગને વિકસિત ભારતના નિર્માણમાં આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.
ત્ોઓએ આ કેન્દ્રીય બજેટ અંતર્ગત ગુજરાતને ભવિષ્યમાં થનારા ફાયદૃાઓને આવકારતા કહૃાું કે, લોથલ અને ધોળાવીરાનો દૃેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભીનો અભિગમ સાકાર થશે. મુખ્યમંત્રીએ આ બજેટને શહેરી વિકાસને નવી દિૃશા આપનારું બજેટ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, શહેરી ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીની અતૂટ સંકલ્પબદ્ધતા આ બજેટમાં પ્રતિિંબબિત થઈ છે.