ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, બાગ્ોશ્ર્વર, પિથોરાગઢ અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં મેદૃાન વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદૃ અને પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા થતાં તાપમાનનો પારો ગગડીન્ો માઇનસ થઇ ગયો હતો, રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રા સ્થળ કેદૃારનાથ ધામ ખાતે થયેલી નવેસરથી હિમવર્ષાના પગલે ચારે કોર પથરાયેલ હતો. મંદિૃર પરિસરમાં આવેલી નંદૃીની પ્રતિમા પણ બરફમાં ઢંકાઇ ગયેલી શ્યમાન થાય છે.
હિમાચલ પ્રદૃેશના કિન્નૌર જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતનો ભય સતત વધી રહૃાો છે. હવામાન એજન્સીઓ દ્વારા જારી કરાયેલી ચેતવણી મુજબ, આગામી ૨૪ કલાકમાં ૩૦૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ સ્તરના હિમપ્રપાતની શક્યતા છે.
દૃરમિયાન, સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ, કિન્નૌરના રિબ્બા ગામ નજીકના પહાડી વિસ્તારમાં, કિન્નૌર કૈલાશ પર્વતની નીચે હિમપ્રપાત થયો હતો. હિમપ્રપાત નાળામાં પડવાથી કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નથી, પરંતુ આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
બર્ફીલા પવનોનો ડર છે એમ કહીને પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા અનુસાર, હિમપ્રપાતને કારણે સમગ્ર વિસ્તારમાં બરફના વાદૃળ છવાઈ ગયા હતા અને જોરદૃાર બર્ફીલા પવનો અનુભવાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. આ જિલ્લાઓમાં પણ હિમપ્રપાતનો ભય છે
ચેતવણીમાં કિન્નૌર, તેમજ ચંબા અને લાહૌલ-સ્પિતિ જિલ્લાઓનો સમાવેશ જોખમી વિસ્તારો તરીકે કરવામાં આવ્યો છે.