મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ
મણિપુરના ૨૦થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિૃલ્હી પહોંચ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ પણ તેમની સાથે છે. મણિપુર ભાજપના પ્રમુખ અધિકારીમાયુમ શારદૃા દૃેવીએ જણાવ્યું કે, તમામ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (દ્ગડ્ઢછ) ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. અમને આશા છે કે જનતાની સરકાર બનશે.
પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન િંસહે કહૃાું, એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવી રહૃાું હોવાથી, મને સકારાત્મક પરિણામની આશા છે. અગાઉ, ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શાસન ૧૨મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. અમને સકારાત્મક પરિણામની આશા છે.
એન. બિરેનને પૂછવામાં આવ્યું કે જો તે સત્તામાં હોત તો પરિસ્થિતિ અલગ હોત, ત્યારે તેમણે કહૃાું, સરકાર એક ચાલુ પ્રક્રિયા છે. મેં મણિપુરમાં પરિસ્થિતિ બદૃલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં.
પહાડી અને ખીણ બંને વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. લામસંગ મતવિસ્તારના ધારાસભ્ય એસ. રાજન િંસહે કહૃાું, સરકાર રચવાની શક્યતા છે. જોકે, રાજ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેતાની પસંદૃગી કરવામાં આવશે. આ બેઠક સોમવારે સાંજે થવાની શક્યતા છે.
ધારાસભ્ય એચ. િંડગોએ જણાવ્યું હતું કે બેઠક સોમવારે સાંજે યોજાવાની છે, પરંતુ હજુ સુધી એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. અમને આજે જ દિૃલ્હી પહોંચવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, મે ૨૦૨૩થી મણિપુરમાં મૈતેઈ અને કુકી-ઝો જૂથો વચ્ચે વંશીય િંહસામાં ૨૬૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. ગયા વર્ષે ૧૩મી ફેબ્રુઆરીએ એન બિરેન િંસહે મુખ્યમંત્રી પદૃેથી રાજીનામું આપ્યા બાદૃ કેન્દ્રએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું.