લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદૃ સસ્પેન્ડ

સંસદૃીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા રજુ કરેલા પ્રસ્તાવ ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો

લોકસભામાં આજે બીજા દિૃવસે પણ ભારે હંગામો ચાલી રહૃાો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદૃમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદૃો નારાજ થયા હતા અને તેઓએ પીઠાસીન અધિકારી દિૃલીપ સૈકિયા તરફ કાગળો ફેંક્યા હતા. જેને લઈને વિપક્ષના આઠ સાંસદૃોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દૃેવાયા છે.
હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદૃ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે વિપક્ષના સભ્યો તરફથી પીઠાસીન અધિકારી તરફ પેપર ઉછાળવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષના આઠ સભ્યોને બજેટ સત્રની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દૃેવાયા છે.સંસદૃીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદૃ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ પસાર થયા છતાં વિપક્ષના સભ્યોએ તેમના પર કાગળો ફેંક્યા હતા.વિપક્ષના સભ્યોની હરકતથી લોકસભામાં હોબાળો મચી ગયો છે. ત્યારબાદૃ પીઠાસીન અધિકારીએ નિયમ-૩૭૪ હેઠળ સાંસદૃો મણિકમ ટેગોર, ગુરજીત ઔજલા, રાજા વિંડગ, હિબી ઈડન, કિરણ રેડ્ડી અને વેંકટ રમનને બાકીના સત્રમાં સસ્પેન્ડ કરી દૃીધા છે.

રિલેટેડ ન્યૂઝ