Jai Hind

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી; અમેરિકા સાથે ભારતની ખૂબ સારી ટ્રેડ ડીલ થઈ:પિયુષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ મંગળવારે (૩ ફેબ્રુઆરી) સાંજે દિૃલ્હીના વાણિજ્ય ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર નિવેદૃન આપ્યું છે. જણાવી દૃઈએ કે, સોમવારે (૨ ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે ટેલિફોનિક વાતચીત બાદૃ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સંમત થયા છે. આ અંતર્ગત, વોિંશગ્ટન ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ વર્તમાન ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરશે.
પીયૂષ ગોયલે કહૃાું કે, દૃેશ આજે વડાપ્રધાન મોદૃીનો આભાર માની રહૃાો છે. પાડોશી દૃેશોની સરખામણીમાં ભારતને અમેરિકા સાથે ખૂબ જ સારી ડીલ થઈ છે. અમેરિકા સાથે ભારતના ભવિષ્યને ચાર ચાંદૃ લગાવનારી ટ્રેડ ડીલ થઈ છે. ભારતને સૌથી સારી ટ્રેડ ડીલ મળી છે. મહિનાઓથી અમેરિકાના અધિકારીઓ સાથે વાત થઈ રહી હતી અને અંતે જનહિતમાં નિર્ણય આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી. આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે.
પીયૂષ ગોયલે કહૃાું કે, ’સામાન્ય રીતે, અમે આ અંગે ગૃહમાં વાત કરવા ઇચ્છતા હતા, પરંતુ જે રીતે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી ડીએમકે, ટીએમસી અને સમાજવાદૃી પાર્ટીએ આજે ગૃહમાં ખૂબ જ શરમજનક વ્યવહાર કર્યો. તેઓ સ્પીકરની ખુરશી સુધી પહોંચી ગયા અને તેનું અપમાન કર્યું. જેના કારણે આજે આપણે સંસદૃમાં બોલવાના બદૃલે તમને આ માહિતી આપવા માટે અહીં આવવું પડ્યું.’
તેમણે કહૃાું કે, ’આ ડીલથી ભારતના તમામ ૧૪૦ કરોડ નાગરિકો માટે, દૃરેક ગરીબ વ્યક્તિ, ખેડૂત, માછીમાર, ગામડામાં રહેતા યુવા યુવક-યુવતીઓ, અમારી બહેનો અને મહિલાઓ માટે ખૂબ મોટી તક આવશે. વડાપ્રધાન મોદૃીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોનું સમર્થન કર્યું છે, તેના હિતોની રક્ષા કરી છે અને આ ક્ષેત્રના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય અને ભરપૂર અવસર ઉપલબ્ધ કરાવવા માટે અથાક પ્રયાસ કર્યા છે.’
કેન્દ્રીય મંત્રીએ કહૃાું કે, ’મને ખુશી છે કે આખો દૃેશ તેને સમજે છે અને તેના વખાણ કરે છે. ભારતની અર્થવ્યવસ્થાના સંવેદૃનશીલ ઘટક વિશેષ કરીને કૃષિ અને ડેરી સુરક્ષિત રખાયા છે.